કોરોનાની અસર : હવે પુલાવ, બિરયાની સહિતની ફૂડ આઈટમ્સ ડિલિવર કરશે દેશની આ મલ્ટીપ્લેક્સ બ્રાંડ, સ્વિગી-ઝોમેટો સાથે કરી પાર્ટનરશીપ

  • May 03, 2021 07:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોનાની અસરથી કોઈ બચી શક્યું નથી તેવામાં ભારતની એક સૌથી મોટી મલ્ટીપ્લેક્સ ચેઈન હવે ફૂડ એન્ડ બેવરેજના વ્યવસાયમાં ઝંપલાવશે. આ વાત થઈ રહી છે આઈનોક્સ મલ્ટીપ્લેક્સની જેણે ફૂડ ડિલિવરી માટે ઝોમેટો અને સ્વિગી સાથે પાર્ટનરશીપ પણ કરી લીધી છે. એટલે કે હવે તે પોતાના ફૂડ અને બવરેજ પ્રોડક્ટની ડિલિવરી લોકોના ઘર સુધી કરશે. 

 

 

આઈનોક્સને આ નિર્ણય એટલા માટે પણ લેવો પડ્યો છે કે કોરોનાની બીજી લહેરના કારણે ફરી એકવાર સિનેમા ઓપરેટર્સની હાલત ખરાબ થઈ ગઈ છે. આઈનોક્સ લેઝિયર લિમિટેડના સીઈઓ આલોક ટંડને આ અંગે નિવેદન આપ્યું હતું કે, તેઓ ફૂડ અને બેવરેજીઝ પર ફોકસ કરી રહ્યા છે. તેના માટે તેમણે રોડમેપ પણ તૈયાર કરી લીધો છે. જેમાં તે ફૂડ આઈટમ્સને ઓનલાઈન ઓડરિંગ પ્લેટફોર્મ સ્વિગી, ઝોમેટો, ડાઈનઆઉટ  મારફતે હોમ ડિલિવર કરશે. 

 

 

કંપનીને તેની રેવન્ય 30થી 35 ટકા વધારવાના પ્લાનમાં છે. તેને આશા છે કે આ સેગમેન્ટથી તેમને લાભ થશે. આ માટે કંપની નવી ફૂડ રેન્જ ઓફર કરશે. જો કે તે ક્યારે થશે તેનો ખુલાસો હજુ કરવામાં આવ્યો નથી. કંપનીનો ઉદ્દેશ છે કે તે નોન સિનેમા કસ્ટમર્સ સુધી પહોંચે. તેઓ એવો કસ્ટમર બેઝ તૈયાર કરે જે ભલે ફિલ્મ ન જુએ પણ તેમના ફૂડ પ્રોડક્ટને ઓર્ડર કરે. આ એક મોટો નિર્ણય છે જેમાં કંપની સિનેમા ઉપરાંત ફૂડ પર ફોકસ કરે.

 

 

કંપની આ માટે પોતાના મેનૂને પણ ખાસ રાખશે. પ્રાથમિક જાણકારી અનુસાર નવી વસ્તુઓ ઉપરાંત આઈનોક્સના મેનૂમાં પુલાવ, બિરયાની, દાલ મખની, રાજમા-ચાવલ, પાસ્તા સહિતના વિકલ્પો પણ હશે. હાલ કંપની તે શહેરોમાંથી ઓર્ડર લેશે જ્યાં તેમના મલ્ટીપ્લેક્સ છે. ઉલ્લેખનીય છે કે વર્તમાન સમયમાં આઈનોક્સ લીઝરના 69 શહેરના 153 મલ્ટીપ્લેક્સમાં 648 સ્ક્રીન સંચાલિત કરે છે. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS