સૌ. યુનિના નવા VCની પસંદગી માટે સર્ચ કમિટીના ગઠનની પ્રક્રિયા શરૂ

  • September 06, 2021 03:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉ.નિતિન પેથાણીની કુલપતિ તરીકેની સમય અવધિ પૂર્ણ થવા પર છે. નિયમ પ્રમાણે કાર્યરત કુલપતિની સમય અવધિ પૂર્ણ થાય તેના 6 મહિના પહેલાં નવા કુલપતિની પસંદગી કરવાની પ્રક્રિયા શરૂ થઈ જતી હોય છે. જે અંતર્ગત આજે યોજાયેલી એકેડેમિક કાઉન્સિલ અને સિન્ડીકેટની બેઠકમાં સર્ચ કમિટીના સભ્ય તરીકે ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડૉ.હિમાંશુ પંડ્યાની નિમણૂંક કરવામાં આવી છે.

 

યુનિવર્સિટીમાં કુલપતિ તરીકે કાર્યરત ડૉ.નિતીન પેથાણીનો કાર્યકાળ પૂરો થવામાં છે ત્યારે આજે નિયમ પ્રમાણે એકેડમિક કાઉન્સિલના સભ્યો અને સિન્ડીકેટ સભ્યો દ્વારા સર્વાનુમતે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ.હિમાંશુ પંડ્યાની સર્ચ કમિટીના સભ્ય તરીકે નિમણૂંક કરવામાં આવી છે. આ નામ ડૉ.ભાવિન કોઠારી દ્વારા સૂચવવામાં આવ્યું હતું. જેને ડૉ.ગિરીશ ભિમાણી અને ડૉ.ભરત રામાનુજ દ્વારા ટેકો આપવામાં આવતાં તેમની સર્વાનુમતે નિમણુંક કરવામાં આવી છે. ડૉ.હિમાંશુ પોતે 30 શૈક્ષણિક જગત સાથે સંકળાયેલા છે અને વીસી તરીકે તેઓની આ બીજી ટર્મ છે.

 

નવા વીસી(કુલપતિ)ની પસંદગી માટે ગઠિત થતી સર્ચ કમિટીમાં કુલ 3 સભ્યોની પસંદગી કરવામાં આવે છે. જેમાં હજુ 1 સભ્યની નિમણૂંક જોઈન્ટ બોર્ડ ઓફ વાઈસ ચાન્સેલર (જેબીવીસી) અને ચેરમેનની નિમણૂંક રાજ્યપાલ દ્વારા કરવામાં આવશે. જે પછી ઓક્ટોબરમાં નવા વીસીની પસંદગી માટે જાહેરાત આપવામાં આવશે. જેમાં વીસીના નામની ભલામણ કરી શકાશે. જે પછી સમગ્ર પ્રક્રિયાના અંતે જાન્યુઆરી માસમાં નવા કુલપતિનું નામ નક્કી કરવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS