રસીયજ્ઞનો આરંભ

  • January 16, 2021 09:16 PM 434 views

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના 3006 કેન્દ્રો ઉપર વીડિયો કોન્ફરન્સ દ્વારા કોરોના વેક્સિનેશન ડ્રાઇવની કરાવી શઆત: પહેલા દિવસે 3 લાખ લોકોને રસી મુકાઈ


દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આ મહામારીએ લોકોને ખુબ પરેશાન કયર્િ પરંતુ હવે તેનાથી છુટકારો મેળવવાનો સમય પણ શરુ ગયો છે. દેશભરમાં આજથી વેક્સિનેશન ડ્રાઇવની શરૂઆત થઈ છે. આ વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન છે.


વડાપ્રધાન મોદીએ આજે ખુદ વીડિયો કોન્ફરન્સ દ્વારા કોરોના વેક્સિનેશન ડ્રાઇવની શરૂઆત કરવી હતી. આજે દેશના 3006 કેન્દ્રો ખાતેથી આ રસીકરણનો પ્રારંભ થયો છે અને આજે 3 લાખ જેટલા તબીબી વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને રસી આપવામાં આવી છે.


પીએમ મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા રસીકરણ કાર્યક્રમની શરૂઆતકરી હતી અને ત્યારબાદ પીએમ મોદી એ વેક્સિન લગાવનાર હેલ્થ વર્કર્સો સાથે વાતચીત પણ કરી હતી. આ વાતચીતને દેશના 3006 વેક્સિન સેન્ટર પર લોકો જોઈ શક્ય હતા.


સૌથી પહેલા એક કરોડ 60 લાખ કર્મચારીઓને રસી લાગશે જે જરૂરી સેવાઓ સાથે જોડાયેલા છે. તેમાં 51 લાખ 82 હજારથી વધુ હેલ્થ વર્કર, 4 લાખ 31 હજારથી વધુ સુરક્ષાકર્મી, 1 કરોડથી વધુ સોશિયલ વર્કર્સ અને 1 લાખ 5 હજારથી વધુ પોસ્ટલ સેવા સાથે જોડાયેલા કર્મચારીઓ સામેલ છે.


રસીકરણ અભિયાન માટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુલ 3006 વેક્સિનેશન સેન્ટર બનાવવામાં આવ્યા છે. પહેલા દિવસે આશરે 3 લાખ હેલ્થ વર્કરોને વેક્સિન આપવામાં આવી છે. . એટલે કે પ્રથમ દિવસે તમામ સેન્ટર પર 100 લાભાર્થીઓને રસી લગાવવામાં આવશે.


કોવિડ-19 મહામારી, વેક્સિન રોલઆુટ અને - સોફ્ટવેર સંબંધિત સવાલો માટે 247 કોલ સેન્ટર- 1075 પણ સ્થાપિત કરવામાં આવી છે.
કેન્દ્ર સરકાર તરફથી જારી દિશાનિર્દેશો પ્રમાણે કોરોના વેક્સિન હાલ 18 વર્ષથી ઉપરની ઉંમરના લોકોને લગાવવામાં આવશે.


ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓ અત્યાર સુધી કોઈપણ કોવિડ-19 વેક્સિનની ક્લિનિકલ ટ્રાયલમાં ભાગ લઈ રહી નતી. તેથી જે મહિલાઓ ગર્ભવતી છે, કે કોઈ મહિલા સ્તનપાન કરાવી રહી છે તેને હાલ વેક્સિન આપવામાં આવશે નહીં.


બીજો ડોઝ તે વેક્સિનનો હોવો જોઈએ જેમાં પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો એટલે કે વેક્સિન ઇન્ટરચેન્જિંગની મંજૂરી હશે નહીં.
સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યુ કે, કો-વિન એપ હેઠળ 80 લાખ લાભાર્થીઓનું પહેલા રજીસ્ટ્રેશન થઈ ચુક્યું છે. પરંતુ એપ દ્વારા કોઈ રજીસ્ટ્રેશન કરી શકે નહીં. માત્ર અધિકારીઓ આ એપ્ને એક્સેસ કરી શકે છે. સામાન્ય લોકો માટે રજીસ્ટ્રેશન કરાવવા ચાર અલગ-અલગ મોડ્યૂલ બનાવવામાં આવ્યા છે.


કોવિડ-19 રસી લવાવવા માટે કોવિડ પ્લેટફોર્મ પર રજીસ્ટ્રેશન ફરજીયાત છે. કોરોના રસીકરણ કાર્યક્રમ દરમિયાન વેક્સિન લગાવવા માટે એક ફોટો આઈડી પ્રૂફની સાથે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવું પડશે. ત્યારબાદ વેક્સિનની ઉપલબ્ધતા અને પ્રાથમિકતાના આધાર પર રસીકરણનો ક્રાયક્રમ બનાવવામાં આવશે. પછી તેમને મેસેજ મોકલીને જણાવવામાં આવશે કે વેક્સિનક્યારે અને ક્યાં લગાવાની છે.


કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધા બાદ તમારા રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પર ઓનલાઇન લિંક મોકલવામાં આવશે. તેના દ્વારા તમે ક્યૂઆર કોડ આધારિત ઈ-સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકો છો. જાણવા મળી રહ્યું છે કે  કોડ આધારિત વેક્સિનેશન સર્ટિફિકેટ માત્ર તે લોકોને આપવામાં આવશે જેણે કોવિન એપ પર રજીસ્ટ્રેશન કરાવ્યું હશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application