તાલિબાન વિરુદ્ધ દેખાવોનું કવરેજ કરવા બદલ પત્રકારો ઉપર અમાનુષી અત્યાચાર

  • September 11, 2021 02:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસનની ક્રૂરતા ધીરે ધીરે સામે આવી રહી છે. એક તરફ પ્રજાનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે અને મહિલાઓ પર અન્યાય તેમજ જુલ્મ આચરવામાં આવી રહ્યો છે. હવે મીડિયા ઉપર પણ અત્યાચારના અહેવાલો સામે આવ્યા છે. તાજેતરમાં જ બીબીસીએ અફઘાનિસ્તાનના કેટલાક પત્રકારો અને રિપોર્ટર્સનો ઈન્ટરવ્યૂ કર્યો હતો. જેમાં કેટલાક લોકોએ પોતાની સાથે બર્બરતાની હચમચાવી દે તેવી વાસ્તવિકતા વ્યક્ત કરી હતી. આ પત્રકારોએ જણાવ્યું કે, તેમનો ગુનો માત્ર એટલો હતો કે તેમણે કાબુલમાં તાલિબાન વિરુદ્ધ ચાલી રહેલા વિરોધ પ્રદર્શનનું કવરેજ કર્યું હતું.

 

નેમાતુલ્લાહ નકદી એટિલાટ્રોજ અખબારના ફોટોજર્નાલિસ્ટ છે. તેમણે જણાવ્યું કે, એક તાલિબાનીએ તેના ચહેરા પર પગ રાખીને કચડવાનો પ્રયાસ કર્યો હતો. નેમાતુલ્લાહના જણાવ્યા મુજબ જ્યારે તે કાબુલમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનની તસવીર લેવા પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે આ ઘટના ઘટી હતી. ઝપાઝપીમાં તેનો કેમેરા આંચકી લેવાનો પ્રયાસ પણ થયો હતો. નકદી એવા પત્રકારો પૈકી છે જેમની કાબુલમાં તાલિબાનોએ ધરપકડ કરી હતી.

 

તેમણે વધુમાં જણાવ્યું કે તેમના અન્ય સાથી સાથે તેમને જિલ્લા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ બન્નેને દંડા તેમજ વીજ વાયરોથી ઢોર માર મારવામાં આવ્યો હતો. અન્ય એક પત્રકારે જણાવ્યું કે જ્યારે તેમને બાંધવામાં આવી રહ્યા હતા ત્યારે સ્વ-બચાવનો વિચાર પણ રૂંવાડા ઉભા કરી દે તેવો હતો. જો તેઓ બચવા માટે કોઈ પ્રતિકાર કરત તો તેમના પર અનેક ગણી બર્બરતા વધારી દેવામાં આવત. તેમણે જણાવ્યું કે સામે આઠ લોકો હતા અને અમે બે જ હતા. જે કંઈ પણ હાથમાં આવ્યું તેનાથી તેમની સાથે મારપીટ કરવામાં આવતી હતી. નીચે પડી ગયા તો ફરીથી ઉભા કરીને માર મારવામાં આવ્યો હતો. બેફામ રીતે માર મારવામાં આવતા તેમની પીઠ તેમજ ચહેરા પર લોહીના ચકામા ઉભરી આવ્યા હતા. આટલું ઓછું હોય તેમ બન્નેને ઢીકા-પાટુથી પણ માર મારવામાં આવ્યો હતો અને તેમને ચહેરાને પગ નીચે કચડવાનો પ્રયાસ પણ કરાયો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS