'કોરોના વિશે જાણો, કોરોનાને હરાવો' કિડની એજયુકેશન ફાઉન્ડેશન દ્વારા જનજાગૃત્તિ ઝુંબેશ

  • April 03, 2020 11:15 AM 294 views

 

ભારત અને વિશ્વભરમાં કોરોના રોગોનું પ્રમાણ ભયજનક રીતે વધતું જાય છે. કોરોના વાયરસની “ઝડપી વૃદ્ધિ અને વૈશ્વિક ફેલાવો” તે એક અતિ ગંભીર સમસ્યા છે. વૈશ્વિક સ્તરે, કોરોના વાયરસથી તારીખ 2 એપ્રિલ સુધીમાં 10,11,000 વધુ લોકોને ચેપ લાગ્યો છે અને 52,000 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. WHOના રિપોર્ટ મુજબ વિશ્વભરમાં વધી રહેલ કોરોનાનું પ્રમાણનો ભય આખી પૃથ્વી પર છે. હાલમાં કોરોના વાયરસ રોગને રોકવા માટે કોઈ રસી અથવા સારવાર નથી, તેથી તેને થતા અટકાવવુ એ એકમાત્ર શ્રેષ્ઠ ઉપાય છે. તેવામાં “કોરોના વિશે જાણો, કોરોનાને હરાવો” જનજાગૃતિ દ્વારા  સાવચેતી અને કાળજીથી કોરોના સામે લડાઈ કિડની એજયુકેશન ફાઉન્ડેશન દ્વારા શરુ કરવામાં આવી છે.

 

વિશ્વમાં પ્રથમ વખત, કિડની એજ્યુકેશન વેબસાઇટએ વિવિધ - 12 ભાષાઓમાં કોરોના વાયરસથી બચાવવા માટેની વિશ્વનીય માહિતી આપવાની પહેલ કરી છે. “ઈન્ટરનેશનલ સોસાયટી ઓફ નેફ્રોલોજી”નાં પ્રેસિડન્ટ દ્વારા કોરોના સામેની લડાઈમાં વેબસાઈટ દ્વારા કોરોના વિશે વિશ્વમાં સૌથી વધુ ભાષામાં જાગૃતિ અભિયાનનું ઉદઘાટન અને લોકાર્પણ કરવામાં આવ્યું. વિશ્વભરના લોકોને પોતાની માતૃભાષામાં માહિતીની ઉપલબ્ધતા તે તાજેતરના રોગચાળા COVID-19 સામે લડવા અને કોરોના નિવારણ માટેનું મહત્વપૂર્ણ પગલું બનશે.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application