જામનગર : મતદારયાદીમાં મતદારનું નામ અને મતદાન મથક સહીતની માહિતી ઓનલાઈન ઉપલબ્ધ
સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-૨૦૨૬અંતર્ગત મતદારોને સુવિધા પૂરી પાડવા માટે રાજ્ય ચૂંટણી તંત્ર દ્વારા મતદારયાદી સંબંધિત માહિતી ઓનલાઈન ઉપલબ્ધ કરવામાં આવી છે. મતદારો હવે સરળતાથી પોતાના નામ કયા વોર્ડમાં નોંધાયેલ છે તથા તેમના મતદાન મથક (Polling Station) અંગેની સંપૂર્ણ વિગતો ઓનલાઈન જાણી શકશે. ઉપરાંત મતદાન મથકનું લોકેશન પણ ઓનલાઈન જાણી શકશે. ઉલ્લેખનીય છે કે મતદાન કરવા માટે વ્યક્તિનું નામ સ્થાનિક સ્વરાજ્યની હાલની મતદાર યાદીમાં હોવું અનિવાર્ય છે.
મતદારો https://secsearch.gujarat.gov.in/search/default.aspx લીંક પર ક્લિક કરી ઓનલાઈન માહિતી મેળવી શકે છે. લીંક પર ક્લિક કર્યા બાદ “Search by Name” અથવા “Search by EPIC Number” પસંદ કરવાનું રહેશે. ત્યારબાદ પોતાનું નામ, જિલ્લો, તાલુકો, વિસ્તાર અથવા EPIC નંબર જેવી જરૂરી વિગતો ઉમેરી સર્ચ બટન પર ક્લિક કરવાથી મતદારનું નામ, વોર્ડ નંબર અને મતદાન મથક (Polling Station) સહીતની સંપૂર્ણ માહિતી જોવા મળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application