કોરોનાની રસીનો એક ડોઝ લીધા બાદ થયા હોય કોરોના સંક્રમિત તો આટલા દિવસ પછી જ લેવો રસીનો બીજો ડોઝ

  • April 26, 2021 08:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દેશમાં કોરોનાના નવા કેસની સંખ્યા છેલ્લા 5 દિવસથી ત્રણ લાખથી વધુ નોંધાઈ રહી છે. વધતાં કોરોનાના કેસ સામે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા રસીકરણને પણ ઝડપી કરવામાં આવ્યું છે. આગામી 1 મેથી દેશમાં 18 વર્ષથી વધુની ઉંમરના દરેકને કોરોનાની રસી આપવામાં આવશે. જો કે રસી લીધા બાદ પણ લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. 

 

 

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા પર નજર કરીએ તો દેશમાં કોવિશિલ્ડ અને કોવેક્સિનના ડોઝ લીધા પછી દેશભરમાંથી 25 હજારથી વધુ લોકો કોરોનાનો ભોગ બન્યા હતા. જેમાં કોવેક્સિનનો પ્રથમ ડોઝ લીધા પછી 4208 લોકો જ્યારે 695 લોકો બીજા ડોઝ લીધા પછી કોરોનાથી સંક્રમિત થયા હતા.

 

 

જ્યારે કોવિશિલ્ડ વિશે વાત કરવામાં આવે તો દેશમાં લગભગ 11 કરોડ લોકોએ આ રસી લીધી છે. જેમાં પ્રથમ ડોઝ લીધા પછી 17145 અને બીજા ડોઝ પછી 5014 લોકોને કોરોના થયો છે. આવી સ્થિતિમાં અહીં રસી લીધા બાદ સલામતી અંગે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.

 

 

આવી સ્થિતિમાં સૌથી વધુ લોકોને પ્રશ્ન એ મુંજવતો હોય છે કે જો કોઈ વ્યક્તિએ રસીનો પ્રથમ ડોઝ લીધો હોય અને ત્યાર પછી તે કોવિડ પોઝિટિવ બને છે તો તેને કેટલા દિવસ પછી રસીનો બીજો ડોઝ લેવો જોઈએ.

 

 

આ પ્રશ્નના જવાબમાં આરોગ્ય નિષ્ણાંતો કહે છે કે જો કોઈ વ્યક્તિ રસીનો પ્રથમ ડોઝ લીધા પછી કોરોના પોઝિટિવ થાય તો પછી તેણે પ્રથમ ડોઝ લીધાના આઠ અઠવાડિયા પછી બીજો ડોઝ લેવો જોઈએ. એટલે કે પહેલા ડોઝ અને બીજા ડોઝ વચ્ચે 2 મહિનાનું અંતર રાખવું વધુ સારું રહે છે. 

 

 


 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS