થિયેટરમાં રિલીઝ થશે કિયારા અડવાણીની ફિલ્મ ઈંદૂ કી જવાની, વાંચો ક્યારે કરવી ટિકિટ બુક

  • November 21, 2020 11:28 AM 328 views

બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણીએ ટૂંક સમયમાં જ ફિલ્મ ઉદ્યોગમાં પગ પેસારો કરી દીધો છે. અભિનેત્રી ઘણી હિટ ફિલ્મોનો ભાગ રહી છે. તાજેતરમાં તે અક્ષય કુમાર સાથે ફિલ્મ લક્ષ્મીમાં પણ તે જોવા મળી હતી. હવે એક્ટ્રેસની બીજી એક ફિલ્મ રિલીઝ થવાની છે. કિયારાની ફિલ્મ ઈંદુ કી જવાની આગામી મહિનામાં એટલે કે ડિસેમ્બરમાં રિલીઝ થવા જઈ રહી છે.  

કિયારા અડવાણીની ફિલ્મ 11 ડિસેમ્બરે રિલીઝ થવા માટે તૈયાર છે. આ ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થવાની સંભાવના છે. કોરોના વાયરસના કારણે ભૂતકાળમાં ઘણી મોટી ફિલ્મો ઓનલાઇન પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી હતી. પરંતુ હવે ધીરે ધીરે થિયેટર પર પણ ફિલ્મો રિલીઝ થઈ રહી છે.

કિયારા પણ આ ફિલ્મ માટે ખૂબ જ ઉત્સાહિત છે. તેણે સોશિયલ મીડિયા પર ફિલ્મના પ્રમોશનની શરૂઆત કરી દીધી છે. આ ફિલ્મ સિવાય તે 'જુગ જુગ જિયો' ફિલ્મમાં પણ જોવા મળશે. આ ફિલ્મમાં તે વરુણ ધવનની સાથે જોવા મળશે. ઈંદૂ કી જવાની ફિલ્મ વિશે વાત કરવામાં આવે તો કિયારા અડવાણી પહેલીવાર ભિનેતા આદિત્ય સીલ સાથે જોવા મળશે. ફિલ્મનું દિગ્દર્શન અબીર સેનગુપ્તાએ કર્યું છે.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application