અમદાવાદ એરપોર્ટ ઉપર ઈન્ડીગોની લાઈટે લેન્ડ થયા પછી ફરી ઉડાન ભરી, મુસાફરોના જીવ તાળવે

  • May 24, 2023 11:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચંડીગઢથી અમદાવાદ વચ્ચે મુસાફરી કરી રહેલા પેસેન્જરોનો જીવ રાત્રે થોડીક ક્ષણો માટે તાળવે ચોંટી ગયો હતો. અમદાવાદનાં સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈન્ડિગોની લાઈટ લેન્ડ થઈ અને ક્ષણભરમાં જ ફરીથી ટેકઓફ થઈ ગઈ. રનવે ઉતરેલી લાઈટે ફરીથી ઉડાણ ભરી લેતાં મુસાફરો મૂંઝવણ મૂકાઈ ગયા હતા. રાત્રે ૯.૧૫ કલાકે લેન્ડ થનારી લાઈટ રનવે પર ઉતર્યા પછી ફરી એકવાર હવામાં ઉડવામાં લાગતા મુસાફરો ભયભીત થયા હતા.





લાઈટ ૬ઈ ૬૦૫૬માં મુસાફરી કરનારા વડોદરાના રહેવાસી ડો. નીલ ઠક્કરે આખી ઘટના જણાવી છે. તેમણે કહ્યું, સાંજે ૮.૪૫ કલાકની આસપાસ પ્લેન લેન્ડ થવાની પ્રક્રિયા શ થઈ હતી. પ્લેનના ટાયર રનવે પર હજી તો સ્પશ્ર્યા ત્યાં જ પાયલટ પ્લેનને ફરીથી હવામાં ઉડાવવા લાગ્યા. અમે સૌ ચિંતામાં પડી ગયા કારણકે શું થઈ રહ્યું હતું તે કોઈને સમજાયું નહીં. છેવટે પ્લેન લેન્ડ થતાં પહેલા ૨૦ મિનિટ સુધી હવામાં ગોળગોળ ફયુ હતું.





કોઈપણ વાહન હોય તેને સાવધાનીપૂર્વક હાંકવું જરી છે કારણકે તેના ચાલકની સાથે અંદર બેઠેલા લોકોનો પણ જીવ જોખમમાં મૂકાઈ શકે છે. ડો. ઠક્કરે દાવો કર્યેા કે, પાયલટના આ અણધાર્યા નિર્ણયથી ૧૦૦થી વધુ લોકોનો જીવ જોખમમાં મૂકાયો હતો. ડો. ઠક્કરે એરલાઈન, ડીજીસીએ અને કેંદ્રીય સિવિલ એવિએશન મંત્રી યોતિન્દ્ર સિંધિયાને મંગળવારે ઈ–મેઈલ કર્યેા હતો.





સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્ર્રીય એરપોર્ટ ના સૂત્રોએ જણાવ્યું કે, એરક્રાટ ગ્રાઉન્ડ પર ઉતયુ ત્યારે તેનો અનસ્ટેબલ અપ્રોચ હતો. એટલે કે, અમુક ચોક્કસ હદમાં આવ્યા પછી લાઈટના જરી માપદંડોનું પાલન કરવું જરી હોય છે પરંતુ તે ના થાય તો તેને અનસ્ટેબલ અપ્રોચ કહેવામાં આવે છે. અનસ્ટેબલ અપ્રોચના કારણે એસવીપીઆઈ એરપોર્ટના એર ટ્રાફિક કંટ્રોલરે પાયલટને તાત્કાલિક ગો–રાઉન્ડનો આદેશ આપ્યો હતો. ગો–રાઉન્ડ એટલે ટેકઓફ કરીને ફરીથી યોગ્ય રીતે લેન્ડ કરવું. આ ઘટનામાં કોઈ જ મુસાફરને ઈજા થઈ નથી અને સારવારની પણ જર પડી નથી.





ડો. ઠક્કરે ખુલાસો કર્યેા કે, તેમણે પાયલટને આમ કરવા પાછળનું કારણ પૂછયું હતું. પાયલટ જગદીપ સિંહે જણાવ્યું કે, ટિન કમ્યુનિકેશનમાં અડચણ આવી હતી અને એરલાઈન પાસે લાઈટ લેન્ડ કરવા માટે એટીસીનું કિલયરન્સ નહોતું. જો એટીસીએ લેન્ડિંગ માટે કિલયરન્સ ના આપ્યું હોય તો પ્લેન નીચે લાવી જ કઈ રીતે શકે? મેં ઈન્ડિગો એરલાઈન્સના ડૂટી મેનેજરનો પણ સંપર્ક કર્યેા હતો ત્યારે તેમણે મને કહ્યું કે, હત્પં લાગતીવળગતી ઓથોરિટીને ઈ–મેઈલ કં તો આ મુદ્દે ઈન્કવાયરી બેસી શકે છે. મને આશા છે કે, તેઓ ઘટનાની ઐંડાણપૂર્વક તપાસ કરશે, તેમ ડો. ઠક્કરે જણાવ્યું હતું.




આ જ લાઈટમાં બેઠેલા અન્ય એક મુસાફર તેજસ જોષીએ માઈક્રો બ્લોગિંગ સાઈટ ટિટર પર લખ્યું, આજે ચંડીગઢથી અમદાવાદ આવી રહેલી લાઈટ ૬ઈ ૬૦૫૬ અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ ના કરી શકી. લાઈટ રનવે પર ઉતરી અને તરત જ ફરીથી ટેકઓફ થઈ હતી. પેસેન્જરો ગભરાઈ ગયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application