રાજકોટથી ઈન્ડિગોની ઉડાન વધી ને સ્પાઇસ જેટે પાંખો સંકેલી: ગોવા–દિલ્હી કેન્સલ, મુંબઈની નવી ફલાઇટ

  • January 11, 2023 11:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


૧૯મી જાન્યુઆરીથી મુંબઈની સવારે ૧૧ વાગ્યાની નવી ફલાઇટ શરૂ થશે, સાઇટ પર બુકિંગ: એરક્રાટની શોર્ટેજના લીધે સ્પાઇસ જેટે વિમાની સેવા પર બ્રેક મારી




રાજકોટના એરપોર્ટ પરથી દિવસે ને દિવસે ટ્રાફિક વધી રહ્યો છે પણ નવા શહેરો માટેની લાઈટ કનેકિટવિટી હજુ સુધી શ થઈ નથી યારે મુંબઈ, દિલ્હી બેંગ્લોર અને ગોવા માટે ની લાઈટ ઉડાન ફરી રહી છે હાલના સમયમાં ૧૧ જેટલી લાઈટ દરરોજ ઓપરેટ થાય છે. જેમાંથી એરક્રાટ ની અછતના લીધે સ્પાઇસજેટ પોતાની ફલાઇટ કેન્સલ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. હાલમાં ગોવાની લાઈટ માર્ચ મહિના સુધી અને દિલ્હી માટેની લાઈટ જાન્યુઆરી અતં સુધી કેન્સલ કરી હોવાનું એરપોર્ટના સૂત્રોએ જણાવ્યું હતું.





તો સાથો સાથ ઈન્ડિગો એરલાઇન્સ નવી લાઇટ શ કરવા નો નિર્ણય લીધો છે ૧૯ જાન્યુઆરી પછી રાજકોટ થી મુંબઈ માટેની નવી લાઇટ શ થશે તેવું ટ્રાવેલ એજન્ટો એ જણાવ્યું હતું. આ નવી લાઈટ રાજકોટ એરપોર્ટ હતી કે સવારે ૧૧ વાગ્યે ઉડાન ભરશે. આખા દિવસ દરમિયાન ૧૧ જેટલા વિમાન ની અવરજવર રાજકોટ એરપોર્ટ પર નોંધાય છે પરંતુ સવારના સમયમાં એક પણ લાઇટ મુંબઈ માટેની ન હોવાના  લીધે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર્રના પેસેન્જર્સને ભારે અવળતા પડી રહી છે આ બાબતે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ અને ગ્રેટર ચેમ્બર સહિત અનેક સંસ્થાઓ દ્રારા સવાર માટેની લાઈટ શ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે. જોકે હજુ સુધી આ પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી.





દરમિયાન ઈન્ડિગો મુંબઈ માટેની નવી લાઇટ સવારે ૧૧:૦૦ વાગ્યા ની શ કરસે. છેલ્લા ઘણા મહિનાઓથી સ્પાઈસ જેટ એરલાઇન્સની ફરિયાદો ઉભી થઈ હતી આ એરલાઇન્સ દ્રારા દરરોજ સાંજે દિલ્હીથી આવતી લાઇટ કલાકો સુધી મોડી અને છેલ્લી ઘડીએ ઓપરેશનલ કારણ આપીને લાઇટ કેન્સલ કરી દેવામાં આવી રહી હતી આ બાબતે એરપોર્ટ ઓથોરિટી અને એટીસી બંને ઉચ્ચ કક્ષાએ રજૂઆતો પણ કરી હતી. સ્પાઇસ જેટની ખાડે ગયેલી સેવા થી પેસેન્જર્સ પણ કંટાળી ચુકયા છે.




એકંદરે જાણવા મળતી વિગતો અનુસાર આ એરલાઇન્સ પાસે એરક્રાટ ની અછત હોવાના લીધે અમુક ફલાઇટ બન્ધ કરી દેવામાં આવી રહી છે. હાલમાં આ એરલાઇન કંપની દ્રારા ૨૧ જાન્યુઆરીથી લઈ માર્ચ મહિના સુધી ગોવાની લાઈટ કેન્સલ કરી દીધી છે અને પ્રજાસત્તાક પર્વ નું કારણ આપીને દિલ્હીની ફલાઇટ ને બ્રેક મારી દીધી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application