ઈસ્તાંબુલથી નવી દિલ્હી આવી રહેલા ઈન્ડિગો પ્લેનમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. જેના કારણે પ્લેન સમયસર ઉડાન ભરી શક્યું ન હતું. ઈન્ડિગો તરફથી કહેવામાં આવ્યું હતું કે, તપાસ બાદ વિમાનને રવાના કરવામાં આવ્યું છે.
200 મુસાફરો 10 કલાક સુધી ફસાયા
કહેવામાં આવ્યું હતું કે, પ્લેનમાં બાળકો અને વૃદ્ધો સહિત 200થી વધુ મુસાફરો સવાર થવાના છે. મુસાફરો (ઇસ્તાંબુલ એરપોર્ટ) પર 10 કલાકથી વધુ સમયથી ફસાયેલા છે. જણાવી દઈએ કે, નવી દિલ્હી માટે ઈન્ડિગોની ફ્લાઈટ બુધવારે સાંજે 8 કલાકે ઉડાન ભરવાની હતી. પરંતુ પ્લેનમાં ટેકનિકલ ખામી સર્જાતા મુસાફરો સમયસર તેમના ગંતવ્ય સ્થાને પહોંચી શક્યા ન હતા. આ દરમિયાન એરપોર્ટ પર મુસાફરોમાં ભારે હોબાળો થયો હતો.
ઈન્ડિગોએ મુસાફરોને આપી માહિતી
ઈન્ડિગોએ જણાવ્યું કે, એરક્રાફ્ટમાં ટેક્નિકલ ખામીના કારણે ઈસ્તાંબુલથી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટ 6E 12 મોડી પડી હતી. વિલંબ અંગે મુસાફરોને જાણ કરવામાં આવી છે. તેઓને નાસ્તો પણ આપવામાં આવ્યો હતો અને એરપોર્ટ પર રાહ જોવાનો સમય ઘટાડવા માટે તાત્કાલિક જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી. ઈન્ડિગો તરફથી જણાવવામાં આવ્યું હતું કે, આવશ્યક તપાસ બાદ તે જ વિમાનના રવાના કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech