ઈન્ડિગોનું અંતે રાજકોટમાં આગમન: ચાર ફ્લાઈટ શરૂ કરશે

  • February 27, 2021 04:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અંતે નંબર વન ગણાતી ઈન્ડિગો એરલાઇન્સ નુ રાજકોટમાં આગમન થશે. રાજકોટથી ઇન્ડિગો એરલાઇન્સની ચાર-ચાર ફ્લાઈટ ઉડાન ભરશે. જેમાં બેંગ્લોર, મુંબઈ, દિલ્હી અને હૈદરાબાદ માટે ની ફ્લાઈટ 28 માર્ચથી શરૂ થવા જઈ રહી છે.

 


ગુજરાત માં ચોથા સ્થાને ગણાતા રાજકોટ એરપોર્ટ પરથી હવે દિવસભર વિમાનો ની ઘણધણાટી સાંભળવા મળશે. સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતા રાજકોટમાં અત્યાર સુધી એકલદોકલ એરલાઇન્સ કંપનીઓ ની ફ્લાઇટ ઉડાન ભરતી હતી જેની સામે હવે રાજકોટ એરપોર્ટ થશે અને એકસાથે અનેક મેટ્રોસિટી સાથે એર કનેક્ટિવિટી મળતા પેસેન્જર્સને પણ રાહત થશે.

 


ઇન્ડિગો એરલાઇન્સે અગાઉ મે મહિનાથી હવાઈ સેવા શરૂ કરવા માટે જાહેરાત કરી હતી જોકે ગત સપ્તાહે એરલાઈન્સના અધિકારીઓએ રાજકોટ એરપોર્ટ નું નિરીક્ષણ કયર્િ બાદ એરપોર્ટ ઓથોરિટી સાથે મીટીંગ યોજી હતી ત્યારબાદ જાહેરાત કરી છે કે 28 માર્ચથી રાજકોટ થી બેંગ્લોર, મુંબઈ ,દિલ્હી અને હૈદરાબાદ માટેની હવાઈ સેવા શરૂ કરશે.

 

 

એક તો જ રૂટ ઉપર બે થી પાંચ ફલાઇટની ઉડાન
ગત વર્ષ સુધી રાજકોટના એરપોર્ટ પરથી માત્ર એક અથવા તો બે ફ્લાઇટ ઉડાન ભરતી હતી જેની સામે છેલ્લા થોડા સમયમાં મોટાભાગની એરલાઇન્સ એર રાજકોટ થી હવાઈ સેવા શરૂ કરવાનો નિર્ણય લીધો છે ત્યારે આ તમામ એરલાઇન્સ દ્વારા એક જ રૂટ ઉપર ફ્લાઇટ શરૂ કરવાનો નિર્ણય લાભદાયક નીકળશે કે કેમ ?તે તો આવનાર સમય જ બતાવશે. જોકે આ મુદ્દે એરપોર્ટ ના સુત્રો અને ટ્રાવેલ એજન્ટો પણ એવી ચચર્િ જાગી છે કે, મુંબઈ, દિલ્હી ,બેંગ્લોર અને હૈદ્રાબાદ એમ ચાર શહેરો માટે હવાઈ સેવા શરૂ કરવા માટેનો એરલાઇન્સ કંપ્નીઓએ નિર્ણય લીધો છે. રાજકોટ થી પ્રારંભિક તબક્કામાં ટ્રાફિક મળી રહ્યો છે . નિયમિત રીતે પેસેન્જર છે કે કેમ તે અંગે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.

 


ગોવાની ફ્લાઇટ માટે હાઈ ઓથોરિટી દ્વારા કોઈ સૂચના જ નથી અપાઈ: એરપોર્ટ ડિરેક્ટર
એરપોર્ટ ડિરેક્ટર દિગંત બોરાહ એ આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગોવા માટે ની ફ્લાઇટ શરૂ થશે તે અંગે તેમને હજુ સુધી ઉચ્ચ ઓથોરિટી દ્વારા કોઇ સત્તાવાર માહિતી કે સૂચના નથી. તો બીજી તરફ માર્ચ મહિનાના બીજા સપ્તાહથી ગોવા માટે ની ફ્લાઇટ શરૂ થવા જઈ રહી છે તેવી ચચર્ઓિ ચાલી રહી છે ત્યારે એરપોર્ટ ડિરેક્ટરે એવું પણ જણાવ્યું હતું કે, સ્પાઇસ જેટ દ્વારા ગોવા માટે ની ફ્લાઇટ શરૂ કરવાની હજુ પ્રપોઝલ મૂકવામાં આવી છે.

 

 

ઈન્ડિગો એરલાઇન્સે જાહેર કરેલા શેડયુલ

 


1.રાજકોટથી દિલ્હી
દિલ્હીથી સવારે 10: 40 કલાકે ટેક ઓફ થશે.રાજકોટ માં બપોરે 12.35 કલાકે લેન્ડ થશે,રાજકોટ થી દિલ્હી માટે 1.05 કલાકે ટેક ઓફ થઈ જે દિલ્હી બપોરે 2.55 વાગ્યે પહોંચશે.


2.રાજકોટ થી હૈદરાબાદ
હૈદરાબાદ થી બપોરે1.45 કલાકે ટેકઓફ
રાજકોટ માં લેન્ડ થશે 3.30 કલાકે
રાજકોટ થી બપોરે 4 કલાકે ટેકઓફ
હૈદરાબાદ સાંજે 5.45 વાગ્યે લેન્ડ થશે.


3. રાજકોટ થી બેંગ્લોર
બેંગ્લોર થી સાંજે 5.05 વાગ્યે ટેક ઓફ થશે
રાજકોટ સાંજે 7.29 કલાકે લેન્ડ થશે
રાજકોટ થી સાંજે7.50 કલાકે ટેક ઓફ થશે
બેંગ્લોર રાત્રે 10 વાગ્યે લેન્ડ થશે.


4. રાજકોટથી મુંબઈ
મુંબઈથી સવારે 10: 45 કલાકે ટેકઓફ
રાજકોટ સવારે 11.45 કલાકે લેન્ડ થશે
રાજકોટ થી બપોરે 12.15 કલાકે ટેકઓફ
મુંબઈ બપોરે 1.40 કલાકે લેન્ડ થશે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS