આતુરતાનો અંત: ૧લી મેથી રાજકોટથી ઉદયપુર અને ઈન્દોર માટે ઈન્ડિગોની રોજીંદી ફલાઈટ

  • March 02, 2023 11:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઈન્ડિગો દ્રારા સમર શેડયુઅલમાં ગોવા, ઉદયપુર અને ઈન્દોર માટેની ફલાઈટ શરૂ કરવાની જાહેરાત: આજથી આ ફલાઈટનું બુકિંગ શરૂ: સંભવત: હીરાસર એરપોર્ટ પરથી નવી ફલાઈટ ટેકઓફ થાય તેવા અેંધાણ




રાજકોટવાસીઓને આતુરતાનો આવ્યો અને ૧લી મેથી રાજકોટથી ઉદયપુર અને ઈન્દોર માટેની ફલાઈટ શરૂ થશે. આજે ઈન્ડિગો દ્રારા આ જાહેરાત કરાયા બાદ તુરતં જ ટિકિટ માટેનું બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર્રમાંથી નાથદ્રારા જવા માટે ભાવિકોની મોટી સંખ્યા છે. ઘણા સમયથી ઉદયપુરની ફલાઈટ શરૂ કરવા માટે પ્રજાજનોની સાથે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ અને ગ્રેટર ચેમ્બર સહિત ઔધોગિક સંસ્થાઓ દ્રારા પણ રજૂઆતો કરાઈ હતી. છેવટે આ માગણી સ્વીકારવામાં આવી છે અને ૧લી મેથી આ હવાઈ સેવા શરૂ થઈ જશે.





ઈન્ડિગો એરલાઈન્સે આજે રજૂ કરેલ ફલાઈટના શેડયુઅલ મુજબ દરરોજ આ ફલાઈટ ઉડાન ભરશે જેમાં રાજકોટથી ઉદયપુર માટે સવારે ૮–૪૦એ ફલાઈટ ટેકઓફ થઈ ૯–૫૫ વાગ્યે ઉદયપુર પહોંચશે. યારે ઉદયપુરથી ૧૦–૧૫એ ઉડાન ભરી ૧૧–૩૫ વાગ્યે રાજકોટ અરાઈવલ ટાઈમ છે. આ દિવસથી રાજકોટથી ઈન્દોર માટેની ફલાઈટ પણ શરૂ થવા જઈ રહી છે જેમાં સવારે ૧૧–૫૫ કલાકે રાજકોટથી ઉડાન ભરી બપોરે ૨–૦૦ વાગ્યે ઈન્દોર પહોંચશે અને ઈન્દોરથી સાંજે ૬–૩૦ કલાકે જે રાજકોટ ૮–૨૦એ પહોંચશે.




ઈન્ડિગો દ્રારા એરટ્રાફિક કન્ટ્રોલર સમક્ષ આ પ્રપોઝલ ઘણા સમયથી મુકવામાં આવી હતી. જો કે હજુ એટીસી દ્રારા સમર શેડયુઅલ જાહેર કરાયો નથી પરંતુ ઈન્ડિગોએ આજથી ટિકિટ બુકિંગ શરૂ કરી દીધું છે. રાજકોટ અને ઉદયપુરનો ટિકિટ દર ૩૭૬૫ અને ઉદયપુરથી રાજકોટ ૩૮૦૦ યારે રાજકોટથી ઈન્દોર ૪૩૯૦ના ટિકિટના ભાવ નિર્ધારિત કરાયા છે. આ રૂટ ઉપરાંત ઈન્ડિગો દ્રારા ગોવા માટેની પણ ફલાઈટ પણ શરૂ કરાશે. હાલમાં આ એરપોર્ટથી ૧૧ ફલાઈટ ઉડાન ભરે છે યારે સમર શેડયુઅલ શરૂ થતાં જ ૧૪ ફલાઈટ અને એક ચાર્ટર્ડ પ્લેન મળી કુલ ૧૫ ફલાઈટની અવરજવર શરૂ થઈ જશે.





હાલમાં હીરાસર એરપોર્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આવતીકાલે સાંજે કેલિબ્રેશન ફલાઈટ રાજકોટ એરપોર્ટ ખાતે આવી પહોંચશે ત્યારબાદ તા.૪ના હીરાસર એરપોર્ટમાં એર કેલિબ્રેશન શરૂ કરાશે. આ ટીમ ત્રણ દિવસ ટૂંકું રોકાણ કરીને કેલિબ્રેશનની કામગીરી પૂર્ણ કરાશે તેવું જાણવા મળ્યું છે. સંભવત: નવી ફલાઈટ નવા હીરાસર એરપોર્ટ પરથી ઉડાન ભરે તેવા નિર્દેશો સાંપડે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application