ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યા બાદ નીરજ ચોપરાની લાગી ગઈ લોટરી, એક વર્ષ માટે આ સેવા થઈ નિઃશુલ્ક

  • August 08, 2021 11:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતી વિશ્વમાં દેશની એક નવી કીર્તિ સ્થાપિત કરનાર નીરજ ચોપરાને ઘણા બધા પુરસ્કાર આપવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકારો અને સંસ્થાઓએ તેમને રોકડ ઈનામો આપવાની જાહેરાત કરી છે. આ સાથે ઇન્ડિયન એરલાઇન્સ કંપની ઇન્ડિયોએ નીરજને એક મોટી ભેટ આપવાની જાહેરાત કરી છે. 

 

નીરજ એક વર્ષ માટે મફત મુસાફરી કરી શકશે

 

ઈન્ડિગોના CEO રોનોજોય દત્તાએ કહ્યું, 'નીરજ, તમારી સફળતા જોઈ અમે ખુબ ખુશ થયા. તમે રાષ્ટ્રને ગૌરવ અપાવ્યું છે, અને હું જાણું છું કે ઇન્ડિગોનો સ્ટાફ ફ્લાઇટમાં તમારું સ્વાગત કરવામાં ગર્વ અનુભવશે. અમે તમને ઈન્ડિગોમાં એક વર્ષ માટે નિશુક્લત મુસાફરી કરવાની સુવિધા આપીયે છીએ. તમે અમને બતાવ્યું છે કે મહેનત, લગન અને જુસ્સાથી શું પ્રાપ્ત કરી શકાય છે. મને આશા છે કે તમે ભવિષ્યના રમતવીરો માટે માર્ગદર્શક બનશો.'

 

નીરજ ચોપરાએ ભારતને ગૌરવ અપાવ્યું

 

ભારતીય રમતવીર નીરજ ચોપરા હરિયાણા રાજ્યના પાણીપત જિલ્લાના છે. અને તે એક ખેડૂત પુત્ર છે. તેણે ટોક્યો ઓલિમ્પિકમાં ઈતિહાસ રચ્યો છે. તેણે એક સદીથી વધુની લાંબી પ્રતીક્ષા બાદ એથ્લેટિક્સમાં ભારતને ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ અપાવ્યો છે. જેવલિન થ્રોની ફાઇનલમાં તેણે 87.58ના અંતરે બરછી ફેંકી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021