કેનેડામાં ઓપન વર્ક પરમીટનો ફાયદો ઉઠાવવામાં ભારતીયો આગળ

  • July 19, 2023 10:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

યુએસના H1-B વિઝા ધારકોને ત્રણ વર્ષ માટે કેનેડામાં કામ કરવાની મંજૂરી અપાઈ: લાભાર્થીઓમાં 75 ટકા માત્ર ભારતીયો જ: માત્ર બે દિવસમાં જ 10,000 સ્લોટ ભરાઈ ગયા



ઓપન વર્ક પરમિટ હેઠળ યુએસમાંથી H1-B વિઝા ધારકોને આમંત્રિત કરવાની કેનેડા સરકારની યોજનાને મોટી સફળતા મળી છે. આ પરમિટ હેઠળ, યુએસના H1-B વિઝા ધારકોને ત્રણ વર્ષ માટે કેનેડામાં કામ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ યોજના હેઠળ ખોલવામાં આવેલા પ્રારંભિક 10,000 સ્લોટ માત્ર બે દિવસમાં જ ભરાઈ ગયા છે. ખાસ કરીને છટણી ગ્રસ્ત ભારતીય-અમેરિકનોએ આ યોજનામાં ભારે રસ દાખવ્યો છે.




H-1B વિઝા અરજદારોમાંથી 75 ટકા ભારતીયો છે કેનેડિયન સરકારનો આ પ્રોગ્રામ આગામી એક વર્ષ સુધી ચાલશે, જે અંતર્ગત 10,000 H1-B વિઝા ધારકોને વર્ક પરમિટ આપવામાં આવશે. નોંધપાત્ર રીતે, યુએસમાં H-1-B વિઝાના લાભાર્થીઓમાં 75 ટકા જેટલા ભારતીયો છે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે ભારતીયો અને તેમના આશ્રિતોને આ યોજનાથી વિશેષ રાહત મળી છે.



અન્ય એક ઘટનાક્રમમાં કેનેડા સરકારના ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ ડિપાર્ટમેન્ટ (IRCC),વિજ્ઞાન ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત (STEM) શાખાઓમાં કર્યાનો અનુભવ ધરાવતા ઉમેદવારો માટે પ્રથમ એક્સપ્રેસ એન્ટ્રી ડ્રો જાહેર કરવામાં આવ્યો છે. આ અંતર્ગત એક્સપ્રેસ એન્ટ્રી પૂલના હાલના 500 ઉમેદવારોને પણ આ H-1B સ્કીમનો લાભ લેવા માટે લાયક ગણવામાં આવ્યા છે.



બીજી તરફ સંયુક્ત રાષ્ટ્રે બ્રિટનના ગેરકાયદેસર સ્થળાંતર બિલની ટીકા કરી છે. યુએનની આ ટીકા આવા સમયે સામે આવી છે. જ્યારે આ બિલને બ્રિટિશ સંસદની મંજૂરી મળી ગઈ છે. યુનાઈટેડ નેશન્સે તીક્ષ્ણ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે કાયદો બનવા માટે કિંગની સંમતિની ઔપચારિકતાની રાહ જોઈ રહેલું બિલ આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ કાયદેસર રીતે અનુકુળ નથી.



સંયુક્ત નિવેદનમાં યુએન શરણાર્થી અને માનવાધિકાર વડાઓએ જણાવ્યું હતું કે આ બિલ આંતરરાષ્ટ્રીય માનવાધિકાર અને શરણાર્થી કાયદા હેઠળ દેશની જવાબદારીઓ સાથે અસંગત છે અને આંતરરાષ્ટ્રીય સુરક્ષાની જરૂર હોય તેવા લોકો માટે ગંભીર પરિણામો આવશે. આ વિવાદાસ્પદ બિલ નાની નૌકાઓમાં બેસીને બ્રિટિશ કિનારા પર આવતા હજારો સ્થળાંતરીઓને રોકવાનો પ્રયાસ કરે છે. આ બિલ યુકેના વડા પ્રધાન ઋષિ સુનકના નૌકાઓ રોકવાના સંકલ્પને અમલમાં મૂકવાનો પ્રયાસ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application