જાણો ભારતની એવી મહિલા વૈજ્ઞાનિકો વિશે જેમણે વિપરીત પરિસ્થિતિમાં રચ્યો છે ઈતિહાસ

  • September 16, 2020 12:37 PM 221 views

 

આજના સમયમાં સ્ત્રીઓ પુરુષો સાથે ખભેથી ખભો મિલાવી ચાલે છે. ઘણા ક્ષેત્રોમાં પુરુષો કરતાં ઘણી આગળ નીકળી ચુકી છે. પરંતુ આપણા દેશમાં એક સમય એવો હતો કે સ્ત્રીઓ માટે ઘરમાંથી બહાર નીકળવું તે પણ કોઈ કામ કરવા માટે તે મુશ્કેલ હતુ. આવી પરિસ્થિતિમાં પણ કેટલીક મહિલાઓએ આગળ આવી અને ઈતિહાસ રચી દીધો છે. આજે અમે તમને ભારતની મહિલા વૈજ્ઞાનિકો વિશે જણાવીશું જેમણે વિશ્વમાં ભારતની નામના વધારી છે. આ મહિલાઓનું ખાસ સ્થાન એટલા માટે છે કારણ કે તેમના માટે સ્થિતિ ત્યારે વિપરિત હતી.

 

આનંદીબાઈ ગોપાલરાવ જોશી

આનંદીબાઈ ગોપાલરાવ જોશી ભારતની પ્રથમ મહિલા ચિકિત્સક હતી. આનંદીબાઈના લગ્ન 9 વર્ષની ઉંમરે થયા હતા. આનંદીબાઈ 14 વર્ષની ઉંમરે માતા બની ગયા હતા. પરંતુ દવાઓના અભાવને કારણે તેમના પુત્રનું નાની ઉંમરે અવસાન થયું હતું, ત્યારબાદ તેણે દવાઓ પર સંશોધન કરવાનું વિચાર્યું. જણાવી દઈએ કે આનંદીબાઈના પતિ તેમનાથી 20 વર્ષ મોટા હતા. તેમણે જ આનંદીબાઈને વિદેશમાં દવાના અભ્યાસ કરવા જવા માટે પ્રેરણા આપી હતી. આનંદીબાઈએ પેન્સિલવેનિયાની મહિલા મેડિકલ કોલેજમાં અભ્યાસ કર્યો. પ્રતિકૂળ સંજોગો છતાં આનંદીબાઈએ ક્યારેય હાર માની ન હતી. 

 

જાનકી અમ્મલ

જાનકી અમ્મલને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. તેઓ દેશના પ્રથમ મહિલા વૈજ્ઞાનિક હતા જેણે પદ્મશ્રી પ્રાપ્ત કર્યો હોય. તેમને 1977 માં ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. જાનકી અમ્મલે બોટનિકલ સર્વે ઓફ ઈન્ડિયાના ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું હતું.

 

કમલા સોહોની

કમલા સોહોની પ્રો.સી.વી. રમણની પ્રથમ મહિલા વિદ્યાર્થી હતી અને કમલા સોહોની પી.એચ.ડી. કરનાર પ્રથમ ભારતીય મહિલા વૈજ્ઞાનિક હતા. કમલા સોહોનીએ શોધી કાઢ્યું હતું કે છોડની દરેક પેશીઓમાં 'સાયટોક્રોમ સી' નામનું એન્ઝાઇમ જોવા મળે છે.

 

અસીમા ચેટર્જી

અસીમા ચેટર્જી રસાયણશાસ્ત્રમાં તેમના કામો માટે ખૂબ પ્રખ્યાત થયા હતા. અસીમા ચેટર્જી 1936 માં કેમેસ્ટ્રી વિષયમાં કોલકાતાની સ્કોટિશ ચર્ચ કોલેજમાંથી સ્નાતક થયા હતા. એન્ટી-ઇપીલેપ્ટિક (વાઈના હુમલા) અને એન્ટી મેલેરિયાની દવાઓ એસિમા ચેટર્જી દ્વારા વિકસાવવામાં આવી હતી. અસીમા ચેટર્જી પણ કેન્સર સંબંધિત સંશોધનમાં સામેલ હતા. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application