ભારતીય નૌસેનાનું મિગ વિમાન ક્રેશ 

  • February 23, 2020 01:52 PM 77 views

ભારતીય નૌકાદળનું મિગ -29 કે વિમાન ક્રેશ થયું છે. વિમાનએ રુટિન ટ્રેનિંગ માટે ઉડાન ભરી હતી. આ અકસ્માત ગોવામાં સર્જાયો છે. અકસ્માત દરમિયાન પાયલોટ સુરક્ષિત રીતે બહાર નીકળવામાં સફળ રહ્યો છે. પાયલોટની હાલત સારી છે.

 

અકસ્માત કેવી રીતે થયો તેનું કારણ બહાર આવ્યું નથી. આ ઘટનાની બાદ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. અકસ્માત બાદ જાહેર કરાયેલા એક નિવેદનમાં નૌસેનાએ કહ્યું છે કે, "આ મામલે તપાસ કરવા સૂચના આપવામાં આવી છે." આ ઘટનાના 3 મહિના પહેલા પણ અન્ય એક મિગ 29 કે ક્રેશ થયું હતું. 16 નવેમ્બર 2019 ના રોજ આ વિમાન ક્રેશ થયું હતું અને ગોવાના એક ગામમાં પડી ગયું હતું.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application