ભારતીય જેવેલિન થ્રો સ્ટાર નીરજ ચોપરા ઓલિમ્પિક પૂર્વે લિસ્બન ખાતે આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં લેશે ભાગ

  • June 10, 2021 06:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 
નીરજ ચોપરા 18 મહિના બાદ પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ રમશે.

 


ભારતીય  જેવેલિન થ્રો ના સ્ટાર ખેલાડી  નીરજ ચોપડા 18 મહિના પછી વિદેશી ટૂર્નામેન્ટમાં પરત ફરશે. પૂર્વે  2018 જકાર્તા એશિયા ગેમ્સના ચેમ્પિયન નીરજે ગત વર્ષે જાન્યુઆરીમાં દક્ષિણ આફ્રિકાની હોમ મીટીંગમાં ભાગ લીધો હતો. જ્યાં તેમણે 87.86 એઈમના થ્રો સાથે 85 મી ટોક્યો ઓલિમ્પિક લાયકાતનો આંકડો પાર કર્યો હતો.

 


ગુરુવારે લિસ્બનમાં યોજાયેલી મીટીંગ  'કિડાડે ડી લિસ્બોઆ' માં  નીરજ ચોપરાએ ભાગ લીધો હતો.  18 મહિનાના અંતર બાદ તેઓ  વિદેશી ટૂર્નામેન્ટોમાં પરત ફરશે.  23 વર્ષીય નીરજે હાલમાં  કોરોનાને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ભાગ લીધો ન હતો.

 

આ વર્ષે એપ્રિલમાં નીરજ તાલીમ અને સ્પર્ધા માટે યુરોપ પ્રવાસ ખેડ્યો , પરંતુ ભારતમાં કોરોના વાયરસના વધતા જતા કેસોને કારણે ઘણા યુરોપિયન દેશોએ તેમને વિઝા આપવાનો ઇનકાર કર્યો હતો. હાલમાં નીરજને ફ્રાન્સ જવા માટે વિઝા મળ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application