બેંકમાં બેલેન્સ નથી છતાં પણ મળશે 10,000 રૂપિયા, જાણો સરકારની આ સ્કીમ વિશે 

  • August 28, 2021 04:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રધાનમંત્રી જન-ધન યોજના ને સાત વર્ષ પૂર્ણ થયા છે. આ યોજના હેઠળ 40 કરોડથી વધુ જન ધન ખાતા ખોલવામાં આવ્યા છે. વીમા સહિતની યોજનામાં અનેક પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે. આવી જ એક સુવિધા ઓવરડ્રાફ્ટ મર્યાદાની છે.

 

10 હજાર રૂપિયા સુધીની રકમ: 

 

આ યોજના હેઠળ જો તમારા જન ધન ખાતામાં બેલેન્સ ન હોય તો પણ, તમને 10,000 રૂપિયા સુધીની ઓવરડ્રાફ્ટ સુવિધા મળશે. અગાઉ આ રકમ 5 હજાર રૂપિયા હતી. આ ખાતામાં ઓવરડ્રાફ્ટ સુવિધા માટે મહત્તમ વય મર્યાદા 65 વર્ષ છે. ઓવરડ્રાફ્ટ સુવિધા મેળવવા માટે તમારે તમારા ખાતાના છેલ્લા 6 મહિના વહીવટ સારા, કમ્પલીટ અને રેગ્યુલર રાખવા ફરજીયાત છે. જો તમારે 2,000 રૂપિયા સુધીનો ઓવરડ્રાફ્ટ જોઈએ તો તે તમને કોઈપણ શરતો વગર ઉપલબ્ધ છે.

 

બેંકમાં 43 કરોડ ખાતા થયા 

 

પ્રધાનમંત્રી જન-ધન યોજના ધારકોની સંખ્યા માર્ચ 2015માં 14.72 કરોડથી ત્રણ ગણી વધીને 18 ઓગસ્ટ 2021 સુધીમાં 43 કરોડ થઈ ગઈ છે. તેમાંથી 55% જન ધન ખાતા ધારકો મહિલાઓ છે.  લગભગ 67 ટકા જન ધન ખાતા ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં છે. કુલ 43.04 કરોડ PMJDY ખાતામાંથી 36.86 કરોડ ખાતા (86 ટકા) કાર્યરત છે. PMJDY ખાતાધારકોને રૂપે કાર્ડ પણ આપવામાં આવે છે. અત્યાર સુધી જારી કરાયેલા રૂપે કાર્ડ્સની કુલ સંખ્યા 31.23 કરોડ છે.

 

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ કોવિડ લોકડાઉન દરમિયાન મહિલા PMJDY ખાતાધારકોના ખાતામાં કુલ 30,945 કરોડ રૂપિયા જમા કરાવવામાં આવ્યા હતા. લગભગ 5.1 કરોડ PMJDY ખાતાધારકોને વિવિધ યોજનાઓ હેઠળ સરકાર તરફથી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) મળે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021