મધરાતે રાજકોટના આકાશમાં વિમાનોની ઘરેરાટી, ભારે કુતુહલ

  • September 14, 2021 04:53 PM 

રાજકોટના આકાશમાં ગઈ મધરાત્રે એક પછી એક વિમાનોની ઘરેરાટી સાંભળીને શહેરીજનોમાં ભારે આશ્ચર્ય સર્જાયું હતું ખાસ કરીને એરપોર્ટ વિસ્તારમાં સતત બે કલાક સુધી પ્લેનના અવાજ સાંભળવા મળ્યા હતા જેને લઈને એરપોર્ટ પર અત્યારે કેમ ફ્લાઇટ આવી હશે તેવા સવાલો સર્જાયા હતા અને તો કેટલાકે તો શું થયું છે તેવું જાણવા એરપોર્ટ પર ફોન ધણધણાવ્યાં હતા.

 

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. રવિવારની સવારથી ભારે ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે વરસાદ પડી રહ્યો હતો. રાજકોટ પંથક તેમજ હાલાર વિસ્તાર માં આકાશી આફત આવી પડી હતી. અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કામગીરી શરૂ કરવા માટે તંત્ર દ્વારા એનડીઆરએફ ની ટીમને બોલાવવામાં આવી હતી તેમજ રાત્રે રાજકોટ આવી પહોંચી હતી અને ત્યાર બાદ અહીંથી અલગ અલગ વિસ્તારોમાં મોકલવામાં આવી હતી.

 

ગઈ કાલે સવારે પણ ભારે વરસાદના લીધે વિઝીબિલિટી ન મળતા મુંબઇ અને અમદાવાદથી આવેલી ફ્લાઇટને અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી હતી આ સમય દરમ્યાન બંને ફ્લાઈટના પાયલોટે વિમાનનું સફળતાપૂર્વક લેન્ડિંગ થઈ શકે તે માટે રાજકોટ ની આજુબાજુ માં અને ચક્કર લગાવ્યા હતા. જેને લઈને સવારથી રાજકોટ વિસ્તારમાં પ્લેનના અવાજ લોકોએ સાંભળ્યા હતા. દરમિયાન મોડી રાત્રે પણ આ જવાનો ને લઈને આવેલ ખાસ રેસ્ક્યુ ફલાઇટ ની અવર જવરથી મધરાત્રી એ આ ખાસ વિમાનના ભારેખમ અવાજ વાતાવરણમાં ફેલાયો હતો. સતત બે કલાક સુધી અવાજ ના લીધે લોકોમાં ભારે આશ્ચર્ય સર્જાયું હતું કે અત્યારે એરપોર્ટ પર શેની મોમેન્ટ ચાલી રહી છે? લોકોના મનમાં એવા સવાલો ઊભા થયા હતા કે વરસાદના લીધે ક્યાંક પરિસ્થિતિ ભારે ગંભીર ઊભી થઈ હશે. એન ડી આર એફ ના જવાનો ને લઈ 2 ખાસ એરકરાફ્ટ આવ્યા હતા.

 

 

 

 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS