ભારતના નામે થયો આઠમો મેડલ, સિંહરાજ આધનાએ શૂટિંગમાં જીત્યો બ્રોન્ઝ 

  • August 31, 2021 02:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતીય પેરાશૂટર સિંહરાજ અધાનાએ મેન્સ 10 મીટર એર પિસ્ટલ એસએચ-1 ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. મંગળવારે ફાઈનલમાં 216.08નો સ્કોર કર્યો હતો. શૂટિંગમાં ભારતનો આ બીજો મેડલ છે. આ અગાઉ ભારત પાસે મહિલા 10 મીટર એર રાઈફલમાં જયપુરની અવની લેખારાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો.

 

આ સિવાય 10 મીટર એર પિસ્ટલ ઈવેન્ટની ક્વોલિફિકેશનમાં ટોચ પર રહેલા શૂટર મનિષ નરવાલે ફાઈનલના શરૂઆતના ગાળામાં જ બહાર થઈ ગયો હતો. અધાનાના બ્રોન્ઝ મેડલની સાથે  પેરાઓલિમ્પિકમાં ભારતનો આ આઠમો મેડલ છે. આ સિવાય ભાલાફેંકમાં સિલ્વર અને ભાવિનાએ ટેબલ ટેનિસમાં સિલ્વર મેડલ જીતી દેશને ગૌરવ અપાવ્યું છે.

 

 

SH1 કેટેગરીમાં શૂટર્સ એક હાથથી પિસ્તોલ પકડે છે. તેમના એક હાથ કે પગમાં વિકાર હોય છે. આમાં, શૂટર્સ નિયમો અનુસાર બેસીને અથવા ઉભા રહીને નિશાન લગાવે છે. ઇવેન્ટના ફાઇનલ આઠ ખેલાડીઓમાં ભારતના બે અને ચીનના ત્રણ, યુએસએ, પોલેન્ડ અને આરઓસીના 1-1 ખેલાડીઓનો સમાવેશ થાય છે. ઇવેન્ટમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ ચીનના નામે રહ્યાં. વહેલી સવારે યુવા ભારતીય ખેલાડી મનીષ નરવાલે ક્વોલિફાઇંગ રાઉન્ડમાં ટોપ કર્યું હતું. તેના અને ચીન લો જિયાલોંગ બંનેના 575 પોઇન્ટ હતા. તે જ સમયે, સિંહરાજ આ રાઉન્ડમાં છઠ્ઠા સ્થાને રહ્યો. તેનો સ્કોર 569 હતો. મનીષ નરવાલ અંતિમ રાઉન્ડમાં સાતમા સ્થાને રહ્યો.

 

 

ટોકિયો પેરાલિમ્પિકમાં ભારત માટે ગઇ કાલનો દિવસ ઐતહાસિક રહ્યો છે.અવનિ લખેરાએ શૂટિંગ માટે ભારતમાં જીતેલા ગોલ્ડ મેડલ બાદ જાણે ભારત પર મેડલોનો વરસાદ થયો હતો અને ખેલાડીઓએ બે જ કલાકમાં ભારતને એક ગોલ્ડ સહિત ચાર મેડલ અપાવ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021