27 માર્ચ સુધી ભારત અમેરિકા અને એપ્રિલ સુધી બ્રાઝિલને વટી જશે

  • March 25, 2021 11:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોનાની બીજી લહેરને ખતરનાક ગણાવતા નિષ્ણાંતો, પાછલા સપ્તાહમાં મૃત્યુદર 2020 ના જુન કરતાં ઘણો વધુ

 


દેશમાં કોરોનાવાયરસ મહામારીએ ફરીવાર ગંભીર પરિસ્થિતિનું નિમર્ણિ કરી દીધું છે અને આરોગ્ય નિષ્ણાંતો તેમજ સાઇન્ટીસ્ટ તેને બીજી લહેર તરીકે જોઈ રહ્યા છે અને તેમનો અભિપ્રાય એવો છે થોડાક મહિનાઓ ની રાહત હવે ગુમાવવાનો વારો આવ્યો હોય તેવી ખતરનાક સ્થિતિ છે.

 


નિષ્ણાંતોએ સાફ શબ્દોમાં કહ્યું છે કે દેશમાં બીજી લહેર ખતરનાક છે અને 2020 જૂન માસ પછી થયેલા મૃત્યુ દર ની સરખામણીએ પાછલા વીકમાં થયેલા મૃત્યુનો દર ઊંચો રહ્યો છે એ જ રીતે 2020 ના અસરગ્રસ્ત મહિલાઓની સરખામણીએ બીજી લહેર માં આ કેસમાં ફોન કર વધારો છે અને કોરોના નું સ્વરૂપ વધુ ઘાતક દેખાઈ રહ્યું છે.
દેશમાં લગભગ 8 માસ સુધી દૈનિક દેશ ની સંખ્યા અને મોત ના ધર્મમાં ખૂબ જ ઘટાડો થઈ ગયો હતો પરંતુ ફેબ્રુઆરી ના મધ્યભાગથી શરૂ થયેલી બીજી લહેર હવે કરાવવા લાગી છે. બીજી લહેર માં 2020 બાદથી દૈનિક કેસ માં ભારે ઝડપી વૃદ્ધિ જોવા મળી રહી છે.

 


23 માર્ચના રોજ સમાપ્ત થતાં સપ્તાહમાં દેશમાં દરરોજ એવરેજ 42 હજારથી વધુ નવા કેસ બહાર આવ્યા છે જે 28 નવેમ્બર 2020 પછીના સૌથી વધુ કેસ રહ્યા છે. પાછલા સપ્તાહમાં દરરોજ 199 લોકો એ જાન ગુમાવી હતી અને 2021 ના 13 જાન્યુઆરી બાદથી આ સૌથી વધુ મૃત્યુ દર રહ્યો છે.

 


એક સપ્તાહ પહેલા એવરેજ દરરોજ 140 લોકોના મોત થયા હતા અને તે 22  જુઙ્ગ 2020 પછી થયેલા મોતના આંકડા ની સરખામણીએ સૌથી વધુ રહ્યા છે. નિષ્ણાંતો નો અભિપ્રાય એવો પણ છે કે વર્તમાન સમયમાં જે ઝડપથી કોરોના ના નવા કેસ બહાર આવી રહ્યા છે તેને જોતાં એવું લાગે છે કે 27 માર્ચ સુધી ભારત અમેરિકા થી આગળ વધી જશે અને 2જી એપ્રિલ સુધી બ્રાઝીલ થી પણ આગળ નિકળી જશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS