ભારતીય ક્રિકેટરોના બે દેશના પ્રવાસ રદ કરતું બીસીસીઆઇ

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 


ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ બીસીસીઆઇએ જણાવ્યું છે કે ઓગસ્ટમાં ત્રણ મેચોની વન-ડે સિરીઝ માટે ભારતીય ક્રિકેટ ટીમ ઝિમ્બાબ્વે પ્રવાસ નહિ કરશે.

 

 જ્યારે શ્રીલંકા ક્રિકેટ ટીમે ગુરુવારે જણાવ્યું હતું કે ભારત સાથે જૂનમાં  ઓછા ઓવરની સીરીઝ રમવાનું કોરોનાવાયરસના કારણે સ્થગિત કરવામાં આવ્યું છે.

 

બીસીસીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું છે કે કોરોનાવાયરસ ના ખતરાને ધ્યાનમાં લઈને ભારતીય ક્રિકેટ ટીમ શ્રીલંકા તેમજ ઝિમ્બાબ્વેનો પ્રવાસ નહિ કરશે.

 

ભારતીય ટીમને 24 જૂન થી શ્રીલંકા માં ત્રણ વન-ડે અને તેટલા જ મેચ માટે ટી-20 સીરીઝ રમવાની હતી. જ્યારે 22 ઓગસ્ટે ઝીમ્બાબ્વેમાં ત્રણ વન-ડે મેચ રમવાના હતા.

 

બીસીસીઆઈએ આ પહેલા 17 મેના રોજ એક નિવેદનમાં જણાવ્યું હતું કે બહારના પ્રવાસ ખેડતા પહેલા સંપૂર્ણ રીતે સુરક્ષા અંગે ખાતરી થયા બાદ જ બોર્ડ પોતાના ખેલાડીઓના પ્રશિક્ષણ માટે કેમ્પનું આયોજન કરશે.

 

એસએલસીએ  એક નિવેદનમાં જણાવ્યું છે કે ભારત અગાઉથી ભારતનો શ્રીલંકાનો નિર્ધારીત પ્રવાસ હવે થઈ શકશે નહીં. બીસીસીઆઇએ શ્રીલંકા ક્રિકેટને જણાવ્યું છે કે કોરોના મહામારીના કારણે વર્તમાન પરિસ્થિતિમાં ભારતીય ક્રિકેટરોનું આ શ્રેણી રમવું સંભવ નથી.અગાઉ નિર્ધારીત પ્રવાસમાં ત્રણ મેચોની વન-ડે અને એટલા જ મેચોની ટી 20 સીરીઝ રમાવવાની હતી.

 

એસએસસી બીસીસીઆઇને વિનંતી કરી હતી કે પ્રવાસ અગાઉથી જે રીતે નિર્ધારિત થયો છે તે પ્રમાણે યોજવામાં આવે પરંતુ બીસીસીઆઇના એક અધિકારીએ જણાવ્યા પ્રમાણે આઈએએનએસ સાથે 17 મેના રોજ નિર્ધારિત થયા પ્રમાણે  શ્રીલંકાનો પ્રવાસ હવે સંભવ થશે નહીં.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS