ભારતને મોડર્નાના ૭.૫ મિલિયન ડોઝ મળશે

  • July 20, 2021 12:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિશ્વ આરોગ્ય સંસ્થાના એશિયા ખાતેના રીજનલ ડાયરેકટર દ્રારા એવી જાહેરાત કરવામાં આવી છે કે આગામી દિવસોમાં ભારતને મોડનો કંપનીની કોરોનાવાયરસ વિરોધી રસી ના ૭.૫ મિલિયન ડોઝ મળશે.

 


તેમણે કહ્યું છે કે ગ્લોબલ હેલ્થ બોડી ના વેકસિન વિતરણ અંગેના નિશ્ચિત કાર્યક્રમ ના ભાગપે ભારત ને મોટા પ્રમાણમાં રસી ઉપલબ્ધ થઇ શકે છે અને ભારતને આ મુજબની ઓફર કરવામાં આવી છે. અત્યારે વિશ્વના અનેક દેશોમાં ત્રીજી લહેર તરખાટ મચાવી રહી છે ત્યારે ભારતમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે અને આગામી દિવસોમાં વધુ ગતિશીલ બની શકે એમ છે.

 


જોકે વિશ્વ આરોગ્ય સંસ્થાના રીજનલ ડાયરેકટર દ્રારા એવી ચોખવટ પણ કરવામાં આવી છે કે ભારતને રસીના ડોઝ કયારે આપવામાં આવશે તે અંગેની કોઇ સમયમર્યાદા હજુ નક્કી કરવામાં આવી નથી અને તે પહેલા કેટલીક ચોખવટ પણ કરવાની રહેશે.

 


દરમિયાનમાં નીતિ પંચના સભ્ય ડોકટર પોલ દ્રારા એવી માહિતી આપવામાં આવી હતી કે કેન્દ્ર સરકાર કંપની સાથે વાતચીત કરી રહી છે અને મોટા પ્રમાણમાં રસી આયાત કરવાનો સરકાર પ્રયાસ કરી રહી છે અને દેશમાં રસીકરણ અભિયાન વધુ ઝડપી બનાવવાનો સરકાર પ્રયાસ કરી રહી છે અને તેના ભાગપે કંપની સાથે ચર્ચા આગળ ચલાવવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં જ અંતિમ નિર્ણય લેવામાં આવશે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021