7 ઓગસ્ટનો દિવસ દેશના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે આલેખાયો, દર વર્ષે આ દિવસ 'જેવલિન થ્રો ડે' તરીકે ઉજવાશે

  • August 10, 2021 04:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે આ વખતે ઇતિહાસ રચ્યો છે. દેશને ગોલ્ડથી લઈ બ્રોન્ઝ સુધીના મેડલો મળ્યા છે. દેશના ઇતિહાસમાં 7 ઓગસ્ટ 2021ના દિવસને સુવર્ણ અક્ષરે આલેખવામાં આવશે. આ દિવસે નીરજ ચોપરાએ બરછી ફેકમાં દેશને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. 

 

આજે ભારતીય એથ્લેટીક્સ મહાસંઘ (AFI)ની સમિતિના અધ્યક્ષ લલિત ભનોટએ જાહેરાત કરી છે કે, 'હવે દર વર્ષે 7 ઓગસ્ટના રોજ જેવલિન થ્રો દિવસ તરીકે ઉજવવામાં આવશે.' AFI નો આ ફેંસલો લેવા પાછળનો મુખ્ય ઉદેશ્યએ છે કે, 'બરછી ફેકની રમતને પ્રોત્સાહન આપવું. ટોક્યો ઓલિમ્પિકમાં આ દિવસે નીરજ ચોપરાએ દેશને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. તેથી 7 ઓગસ્ટના રોજ પુરા દેશમાં આ દિવસને જેવલિન થ્રો દિવસ તરીકે ઉજવવામાં આવશે.'

 

નીરજ ચોપરાની પહેલા વ્યક્તિગત રીતે ઓલમ્પિકમાં દેશને ગોલ્ડ મેડલ અપાવનાર અભિનવ બિન્દ્રા એક જ હતો. અભિનવે 2008માં બીજિંગ ઓલિમ્પિકમાં 10 મીટર એયર રાઇફલમાં દેશને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. નીરજ ચોપડાએ 2018માં એશિયાઈ અને રાષ્ટ્રમંડળ રમતોમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. ત્યાર બાદ તેના હાથમાં ઈજા થઈ અને કોરોના મહામારીના કારણે લગભગ બે વર્ષ સુધી આ રમતથી દૂર રહ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021