ચીન પાકિસ્તાનના છૂટશે પરસેવા... ભારત ફ્રાન્સ પાસેથી ખરીદશે આટલા ફાઇટર એરક્રાફ્ટ

  • July 15, 2023 10:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચીન પાકિસ્તાનના છૂટશે પરસેવા...ભારત ફ્રાન્સ પાસેથી ખરીદશે આટલા રાફેલ જેટ

PM મોદી બે દિવસ માટે ફ્રાન્સના પ્રવાસે છે.આ દરમ્યાન બન્ને દેશો વચ્ચે ફાઇટર એરક્રાફ્ટ અંગે સોદો થયો છે.ભારતમાં સફળતાપૂર્વક પરીક્ષણ થયા બાદ ભારતે આ ફાઇટર જેટ ખરીદવા પર મહોર લગાવી છે. આ ફાઇટર એરક્રાફ્ટને સ્વદેશી રીતે નિર્મિત એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંત પર તૈનાત કરવામાં આવશે. સાથે જ 4 ટ્રેનર રાફેલ મરીન એરક્રાફ્ટ પણ મળશે.


નેવી માટે ખાસ ડિઝાઇન આ રાફેલ-એમ ફાઇટર જેટનું ભારતમાં સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે. નૌકાદળને તેની જરૂરિયાતો માટે શ્રેષ્ઠ લાગ્યું છે.


વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફ્રાન્સની બે દિવસીય મુલાકાત દરમિયાન ભારત અને ફ્રાન્સ વચ્ચે મોટા સંરક્ષણ સોદા પર મહોર મારવામાં આવી હતી. ભારત સરકારે આજે જાહેરાત કરી હતી. આ અંતર્ગત ભારતીય નૌકાદળને ફ્રાન્સના ડેસોલ્ટ એવિએશન પાસેથી 26 નવા અદ્યતન રાફેલ ફાઈટર જેટ મળશે. જેને ખાસ કરીને નેવીની જરૂરિયાતો અનુસાર તૈયાર કરવામાં આવશે. પીએમ મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથેની બેઠક દરમિયાન આ ડીલ નક્કી કરવામાં આવી હતી. રાફેલ બનાવતી કંપની દસોલ્ટ એવિએશને આ અંગે માહિતી આપી છે.


દસોલ્ટ એવિએશને અહેવાલ આપ્યો છે કે ભારત સરકારે ભારતીય નૌકાદળને નવીનતમ પેઢીના ફાઇટર એરક્રાફ્ટથી સજ્જ કરવા નેવી રાફેલની પસંદગીની જાહેરાત કરી છે. ભારતીય નૌકાદળના 26 રાફેલ પહેલાથી જ સેવામાં રહેલા 36 રાફેલ સાથે જોડાશે. રક્ષા મંત્રાલયે ફ્રાન્સ પાસેથી રાફેલ જેટના 26 નેવલ વેરિઅન્ટ્સ અને ત્રણ ફ્રેન્ચ ડિઝાઈનવાળી સ્કોર્પિન ક્લાસ સબમરીન ખરીદવાની દરખાસ્તોને મંજૂરી આપી હતી.


દસોલ્ટ એવિએશને વધુમાં જણાવ્યું હતું કે, આ નિર્ણય ભારતમાં હાથ ધરવામાં આવેલા સફળ પરીક્ષણ અભિયાન પછી આવ્યો છે. જેમાં નેવી રાફેલે સાબિત કર્યું છે કે તે ભારતીય નૌકાદળની ઓપરેશનલ જરૂરિયાતોને સંપૂર્ણપણે પૂર્ણ કરે છે અને તેના માટે સંપૂર્ણપણે યોગ્ય છે.


આ ડિફેન્સ ડીલમાં ભારતને 22 સિંગલ સીટર રાફેલ-એમ મરીન ફાઈટર એરક્રાફ્ટ મળશે. આ ફાઇટર એરક્રાફ્ટને સ્વદેશી રીતે નિર્મિત એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંત પર તૈનાત કરવામાં આવશે. સાથે જ 4 ટ્રેનર રાફેલ મરીન એરક્રાફ્ટ પણ મળશે. રાફેલ-એમ ફ્રાન્સના રાફેલ ફાઈટર જેટ્સનું નેવલ વર્ઝન છે. સંરક્ષણ સોદા બાદ સમુદ્રમાં ભારતીય નૌકાદળની તાકાતમાં નોંધપાત્ર વધારો થશે.


ભારતીય નૌકાદળ લાંબા સમયથી આધુનિક જનરેશનના ફાઈટર એરક્રાફ્ટની જરૂરિયાત અનુભવી રહી છે. ઈન્ડો-પેસિફિકમાં ચીનની ગતિવિધિઓને જોતા નૌકાદળ આ ખરીદી પ્રસ્તાવને શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરવાની અપેક્ષા રાખતું હતું. ચીન હિંદ મહાસાગરમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં ભારતીય નૌકાદળને સમુદ્રમાં મજબૂત રહેવાની જરૂર છે. તેને ધ્યાનમાં રાખીને આ ફાઈટર પ્લેન્સનું મહત્વ વધી જાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application