ભારતે વેકિસનના ઓર્ડરમાં તેમજ ખરીદીમાં ઘણું મોડું કર્યું

  • May 24, 2021 02:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશમાં કોરોનાવાયરસ મહામારીની બીજી લહેર ચાલી રહી છે અને મૃત્યુની સંખ્યામાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે ત્યારે દેશમાં રસીકરણ અભિયાન ખૂબ જ ધીમું પડી ગયું છે ત્યારે કેન્દ્ર સરકાર પર નિષ્ણાંતો દ્રારા ગંભીર આરોપ લગાવવામાં આવી રહ્યા છે.સુપ્રીમ કોર્ટ દ્રારા નિમાયેલી સમિતિના સભ્ય ડોકટર ગગનદીપ દ્રારા એવું નિવેદન આપવામાં આવ્યું છે કે ભારતે કોરોનાવાયરસ વિરોધી રસી ખરીદવામાં તેમજ તેનો ઓર્ડર આપવામાં ખૂબ જ વિલબં કરી દીધો છે. આ પ્રકારનો આરોપ પહેલાં પણ અનેક નિષ્ણાંતો દ્રારા કેન્દ્ર સરકાર પર લગાવવામાં આવ્યો હતો.

 


ડોકટર ગગનદીપ દ્રારા એમ પણ જાહેર કરવામાં આવ્યું છે કે વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં ભારત દ્રારા રસીની અગાઉથી વ્યવસ્થા કરવામાં મોડું કરી દેવામાં આવ્યું છે અને ઉત્પાદક કંપનીઓને નાણાકીય ચૂકવવામાં પણ વિલબં કરવામાં આવ્યો છે.

 


અત્યારે દેશના અનેક રાયોમાં રસીકરણ અભિયાન ખૂબ જ ધીમું પડી ગયું છે અથવા અમુક રાયોમાં સદંતર રીતે બધં પડેલું છે અને આ બાબતે નિષ્ણાતોએ ભારે ચિંતા દર્શાવી છે અને જેમ બને તેમ જલ્દી પૂરતા પ્રમાણમાં લોકોને રસી આપવાનું ચાલુ જ રાખવાની કેન્દ્ર સરકારને વિનંતી કરી છે.

 


ડોકટર ગગનદીપ નિષ્ણાતં છે અને તેમણે પાછલા સમયથી લઈને આજ સુધી ની પરિસ્થિતિનો અભ્યાસ કરીને તેમજ વિશ્વના અન્ય દેશો સાથે સરખામણી કરીને કેન્દ્ર સરકાર પર આરોપ મૂકયો છે. આ બારામાં કેન્દ્ર સરકાર હવે શું ચોખવટ કરે છે તેના તરફ સૌની નજર મંડાયેલી રહેશે.

 


કેન્દ્ર સરકારે રસીની ખરીદીમાં તેમજ ઉત્પાદન માટે ના ઓર્ડર આપવામાં અને તે માટેના ચૂકવવામાં શા માટે મોડું કયુ છે તેનો જવાબ હજુ સુધી કેન્દ્ર સરકાર દ્રારા આપવામાં આવ્યો નથી અને ડોકટર ગગનદીપના આરોપોને પગલે ફરીવાર દેશમાં કેન્દ્ર સરકારની સામે નિશાન તાકવામાં આવી રહ્યું છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021