ક્રિકેટ ચાહકો માટે મોટો ઝટકો : શ્રીલંકાના પૂર્વ ખેલ મંત્રીએ કહ્યું 2011નો વર્લ્ડ કપ ફિક્સ હતો

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

શ્રીલંકાના પૂર્વ ખેલ મંત્રી મહિદાનંદ અલુથગમગેએ ભારત અને શ્રીલંકા વચ્ચે 2011માં રમાયેલા વર્લ્ડ કપ ફાઇનલ મેચ પર સવાલ ઉઠાવ્યા છે.

 

એક રિપોર્ટ પ્રમાણે શ્રીલંકાના પૂર્વ ખેલ મંત્રીનું કહેવું છે કે મુંબઈમાં ભારત અને શ્રીલંકા વચ્ચે 2011 વર્લ્ડ કપની ફાઇનલ મેચ ફિક્સ કરવામાં આવ્યો હતો. આ મેચમાં ભારતે શ્રીલંકાને 6 વિકેટે હરાવી 28 વર્ષ બાદ વર્લ્ડકપ જીત્યો હતો.

 

મહીદાનંદ અલુથગમગેએ જણાવ્યું હતું કે હું એ ક્રિકેટરોનો સમાવેશ નહીં કરૂં કારણકે કેટલાક સમૂહ નિર્ધારિત રીતે ફિક્સિંગમાં સંડોવાયેલા હતા. પૂર્વ મંત્રીએ જણાવ્યું હતું કે પોતાના દેશની પ્રતિષ્ઠાને ધ્યાનમાં રાખીને તેઓ વધારે ખુલાસામાં પડવા માગતા નથી.

 

પોતાના આ દાવા પર શ્રીલંકાના પૂર્વ ખેલ મંત્રીએ કોઈ પુરાવા રજૂ નથી કર્યા પરંતુ તેઓનું માનવું છે કે આ મેચમાં શ્રીલંકાની ટીમ જીતી શકે તેમ હતી.

 

ત્રણ વર્ષ પહેલા આ પ્રકારનો જ એક દાવો શ્રીલંકાના પૂર્વ કપ્તાન અર્જુન રણતુંગા એ પણ કર્યો હતો. અર્જુન રણતુંગા એ જણાવ્યું હતું કે 2011નો વર્લ્ડકપ ફાઇનલમાં શ્રીલંકા સાથે જે થયું તે અંગે ખરેખર તપાસ થવી જોઇએ.

 

રણ તું ગાયે જણાવ્યું હતું કે વર્લ્ડ કપના ફાઇનલમાં કેમેસ્ટ્રી પેનલમાં તેઓ હતા. તેઓને શ્રીલંકાનું પ્રદર્શન નિહાળીને ખૂબ જ નિરાશા થઇ હતી.પરંતુ તેઓ એક દિવસ આ સત્યને ઉજાગર કરશે તેવું તેમણે જણાવ્યું હતું અને આ મામલે તપાસની માગણી પણ કરી હતી.

 

2011 વર્લ્ડ કપમાં શ્રીલંકાની ટીમમાં કપ્તાન સંગાકારા હતા. વર્લ્ડ કપ ફાઇનલમાં શ્રીલંકા એ પહેલા બેટિંગ કરતા ભારત સામે 274 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.

 

આ મેચમાં ભારતે મહત્વના બેટ્સમેન ગૌતમ ગંભીરના 97રન અને કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીના 91 નોટ આઉટની સુંદર રમત બાદ ફાઈનલમાં જીત પ્રાપ્ત કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS