ભારતની ટોપ-4 સ્માર્ટ વોચ, ઓક્સિજનની માત્રા ઘટતાં જ કરશે એલર્ટ

  • April 23, 2021 03:30 AM 

ભારતમાં કોરોના સંક્રમણ વકરી રહ્યું છે, જેને પગલે હોસ્પિટલોમાં ઓક્સિજનના જથ્થાની પણ અછત સર્જાઈ રહી છે. કોરોના વાયરસની વાત કરવામાં આવે તો તે સીધો જ ફેફસાને અસર કરે છે. જેને કારણે શ્વાસ લેવામાં મુશ્કેલી સર્જાય છે. જેને પગલે સતત ચકાસવો જરૂરી બને છે. તમે પણ તમારા લોહીમાં ઓક્સિજનનું લેવલ ચકાસવા માગતા હોવ તો લોન્ચ થઈ ગઈ છે ચાર જેટલી સ્માર્ટ વોચ. આ સ્માર્ટ વોચની કિંમત 4 હજાર કરતાં પણ ઓછી છે. જેમાં તમને SpO2 સેંસર મળશે. સેન્સર બ્લડમાં ઓક્સિજનની માત્રા અને ટ્રેક કરવાની સાથે સાથે તેમાં ઘટાડો થતાં તરત જ તમને એલર્ટ કરશે. 

 

boAt Storm (કિંમત : 2,499 રૂપિયા)

 

બોટ સ્ટોર્મ શાનદાર સ્માર્ટ વોચમાંની એક છે. આ સ્માર્ટ વોચમાં SpO2 સેન્સર આપવામાં આવ્યું છે. અન્ય ફીચર્સની વાત કરવામાં આવે તો આ સ્માર્ટવોચમાં 1.3 ઈંચનું કર્વ્ડ ડિસ્પ્લે આપવામાં આવ્યું છે એમાં નવ સ્પોર્ટ્સ મોડ આપવામાં આવ્યા છે, જેમાં વોકિંગ, સાયકલિંગ, રનિંગ અને ક્લાઈબીંગ જેવી એક્ટિવિટીનો સમાવેશ થાય છે. તો આ વોચને 5ATM રેટીંગ આપવામાં આવ્યું છે, એટલે કે આ વોચ પાણીમાં 50 મીટર સુધી કામ કરી શકે છે. 

 

 

Fire-Boltt BSW001 (કિંમત : 2,999 રૂપિયા)

 

ફાયર બોલ્ટ સ્માર્ટ વોચ SpO2 સેન્સર સાથે આવે છે. આ વોચમાં 1.4 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવ્યું છે જેનું રિઝોલ્યુશન 240*240 પિક્સલ છે. તેના સિવાય યુઝર્સને આ વોચમાં 7 સ્પોર્ટ્સ મોડ પણ મળશે, જેમાં સાયકલિંગ અને રનિંગ જેવી એક્ટિવિટીનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

 

 

CrossBeats ACE (કિંમત : 3,999 રૂપિયા)

 

જો તમે ઓછી કિંમતમાં SpO2 સેન્સર ધરાવતી સ્માર્ટ વોચ ખરીદવા માંગતા હો તો CrossBeats ACE તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. આ સ્માર્ટ વોચમાં 1.3ઇંચનું આઇપીએસ ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. સાથે જ તેમાં 250થી વધુ વોચ ફેસ અને કોલ-મેસેજ, નોટિફિકેશન જેવા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. આ સિવાય આ સ્માર્ટ વોચમાં દમદાર બેટરી આપવામાં આવી છે, જે સિંગલ ચાર્જમાં 15 દિવસ સુધી બેકઅપ આપે છે. 

 

 

Amazfit Bip U (કિંમત : 3,999 રૂપિયા)

 

અમેઝફિટ બિપ યુ સ્માર્ટ વોચમાં SpO2 સેન્સર આપવામાં આવ્યું છે. આ સ્માર્ટવોચમાં 1.43 ઈંચ ફૂલ એચડી ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનું રિઝોલ્યુશન 320x302 પિક્સલ છે. સાથે જ તેમાં ડિસ્પ્લેની સુરક્ષા માટે 2.5D કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 3નું પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. આ સિવાય 50થી વધુ વોચ ફેસ અને 60થી વધુ સ્પોર્ટ્સ મોડ આપવામાં આવ્યા છે. આ સાથે જ બેટરીની વાત કરવામાં આવે તો અમેઝફીટ બીપ યુમાં 225mAhની બેટરી આપવામાં આવી છે. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021