ભારત તરફથી બાંગ્લાદેશને અપાશે 200 મેટ્રિક ટન 'શ્વાસ',

  • July 24, 2021 06:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતીય રેલવે તરફથી આવતીકાલે બાંગ્લાદેશને ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન દ્વારા 200 ટન પ્રવાહી તબીબી ઓક્સિજનનો માલ પહોંચાડવામાં આવશે. જેથી પાડોશી રાષ્ટ્ર બાંગ્લાદેશને કોવિડ -19 સામેની લડતમાં મદદ કરી શકાય. દેશના ઇતિહાસમાં આવું સૌપ્રથમ વાર બનવા જઈ રહ્યું છે. આજે 10 કન્ટેનર ટ્રેન ઝારખંડના તાતનગરથી રવાના થઈ હતી અને આવતીકાલે બાંગ્લાદેશના બેનાપોલ ખાતે પહોંચે તેવી સંભાવના છે.

 

 

રેલવેએ જણાવ્યું હતું કે, ટાટાનગરથી 200 મેટ્રિક ટન પ્રવાહી ઓક્સિજનના માલ સાથે ઓક્સિજન એક્સપ્રેસ પ્રથમ વખત બાંગ્લાદેશ જવા રવાના થઈ હતી. આવતીકાલે સવારે પહોંચે તેવી સંભાવના છે. ભારતમાં કોરોનની બીજી લહેર દરમિયાન ઓક્સિજનની ભયંકર તંગી ફેલાઈ હતી.

 

 

ભારતમાં કોરોના રોગચાળાની બીજી લહેર દરમિયાન રાજ્યોમાં ઓક્સિજનની અછતને પહોંચી વળવા રેલવેએ ઓક્સિજન એક્સપ્રેસનું સંચાલન શરૂ કર્યું હતું. 24 એપ્રિલ, 2021 ના ​​રોજ આ ઝુંબેશ શરૂ થયા બાદ રેલવેએ આવી 480 ટ્રેનોનું સંચાલન કર્યું છે; અને 38,841 ટન ઓક્સિજન દેશના જુદા જુદા ભાગોમાં પહોંચાડવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application