ભારત માટે સ્ટીવ અને વોર્નારના લીધે ઓસ્ટ્રેલીયા સામે ટેસ્ટ રમવી પડકાર જન્ય : દ્રવિડ

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 રમત ગમત હોય કે ફિલ્મ હોય કેટલાક ખેલાડીઓ કે કલાકારો એવા હોય છે કે જેમનું પોતાનું એક અલગ નામ કે ઓળખ હોય છે જેના દ્વારા લોકો તેને ઓળખતા હોય છે. જી હા આપણે વાત કરી રહ્યા છીએ દીવાલ કે વોલના નામથી પ્રસિદ્ધ ખેલાડી રાહુલ દ્રવિડ વિશે.

 

ર્હુલ દ્રવિડ સારા ક્રિકેટ વિશ્લેષક પણ છે,દિવાલના નામથી પ્રસિદ્ધ રાહુલ દ્રવિડને એવું લાગે છે, કે સ્ટીવ અને ડેવિડ વોર્નર ખેલાડીઓ આ વખતે ઓસ્ટ્રેલિયન ટીમમાં  ઉપસ્થિત રહેવાના કારણે ભારતને ટેસ્ટ શ્રેણીમાં ઘણાં જ પડકારોનો સામનો કરવો  પડશે.


વર્ષ 2018 માં સ્મિત અને વોર્નર દ્વારા સાઉથ આફ્રિકામાં થયેલા ટેસ્ટ મેચમાં દડા સાથે છેડછાડ કરવાની ઘટના ઘટી હોવાના કારણે અત્યાર સુધી પ્રતિબંધિત રહ્યા હતા, જેથી ઓસ્ટ્રેલિયાની ટીમમાં અત્યાર સુધી તેમનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો.

 

સ્મિત અને વોર્નર બંન્નેની ગેરહાજરીમાં ભારતે ઓસ્ટ્રેલિયાને તેની જ ભૂમિ પર 2018 -19માં પોતાની પહેલી ટેસ્ટ સીરીઝમાં જીત પ્રાપ્ત કરી હતી, દ્રવિડે ફેસબુક પર પ્રસારિત કરવામાં આવેલા 'સોની ટેન પીટ સ્ટોપ' શો દરમિયાન જણાવ્યું હતું કે આ બંને ખેલાડીઓની ગેરહાજરીમાં ઓસ્ટ્રેલિયા પર ભારતીય ટીમને જીત મેળવવામાં સફળતા મળી હતી. અને ઓસ્ટ્રેલિયાની ટીમ પર ભારતીય ટીમનો ભારે દબદબો રહ્યો હતો આ બંને ઓસ્ટ્રેલિયાના બે ટોચના ખેલાડી છે અને ટીમ માટે સૌથી વધારે રન બનાવે છે.

 

દ્રવિડે વધુમાં જણાવ્યું હતું કે આપણે જોયું છે કે સ્મિત જેવા ખેલાડીઓ એસ એસ માં ઘણા પ્રભાવશાળી રહ્યા હતા, એટલે સુધી કે વોર્નર પણ ફોર્મમાં નહીં હતા પરંતુ  આ બન્નેએ મળીને સિરીઝને આગળ લઈ ગયા હતા અને બંનેની ઉપસ્થિતિના કારણે ભારત માટે આ પ્રવાસ ઘણો પડકાર જન્ય બની રહેશે.


ભારતને ઓસ્ટ્રેલિયાની ટીમ સામે ૩ ડિસેમ્બરે બ્રિસ્બેનમાં શરૂ થવામાં જઇ રહેલા ચાર મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે. જ્યારે વિરાટ કોહલી તેની ટીમ સામે ટક્કર આપવા માટે સક્ષમ છે.


 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS