બીજી ટી-૨૦માં વિજય મેળવી ભારત શ્રેણી અંકે કરવા સજ્જ

  • July 27, 2021 08:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે રમાનારી બીજી ટી-૨૦ મૅચમાં વિજય મેળવી ભારતની ટીમ ત્રણ ટી-૨૦ મૅચની શ્રેણીમાં ૨-૦ની અજેય સરસાઈ મેળવી લેવા સજ્જ થઈ ગઈ છે. પ્રથમ ટી-૨૦માં શ્રીલંકાની ટીમને ૩૮ રને આસાન પરાજય આપ્યા બાદ બીજી ટી-૨૦ માટેની ભારતીય ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવે એવી શક્યતા ઓછી છે. જો ટીમ મૅનજમેન્ટ પૃથ્વી શો અને સૂર્યકુમાર યાદવને આરામ આપવાનો નિર્ણય લે તેવા સંજોગોમાં જ ટીમમાં ફેરફાર જોવા મળશે. જોકે, બીજી ટી-૨૦માં રમાડીને શ્રેણી અંકે કરી લીધા બાદ અંતિમ મૅચમાં આ બંને ખેલાડીને આરામ આપવામાં આવે એવી શક્યતા છે. જો વૈકલ્પિક પ્લાન અજમાવવામાં આવશે તો તેવા સંજોગોમાં દેવદત્ત પડીક્કલ અને રુતુરાજ ગાયકવાડનો ટીમમાં સમાવેશ કરવામાં આવે એવી શક્યતા છે. આજે રમાનારી મૅચમાં પ્રેક્ષકોની અપેક્ષાભરી નજર સેમસન પર રહેશે. અહીં રવિવારે રમાયેલી પ્રથમ ટી-૨૦ મૅચમાં ભારતે શ્રીલંકાને ૩૮ રને આસાન પરાજય આપ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021