આઈસીઆઈસીઆઈ ટી-20 રેન્કિંગમાં ભારત બીજા ક્રમાંકે

  • March 11, 2021 10:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આવતીકાલથી શરૂ થનારી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ ટી-20ની શ્રેણી અગાઉ આઈસીઆઈસીઆઈ પુરુષોની આંતરરાષ્ટ્રીય ટી-20 રેન્કિંગમાં ભારતે બીજું સ્થાન મેળવી લીધું હતું.

 


ઑસ્ટ્રેલિયા સામેની શ્રેણી અગાઉ ભારત આ યાદીમાં ત્રીજા સ્થાને હતું. ઈંગ્લેન્ડની ટીમ ભારત કરતા સાત પોઈન્ટ આગળ છે. તાજેતરમાં જ પૂરી થયેલી પાંચ મેચની શ્રેણીમાં ઑસ્ટ્રેલિયાનો ન્યૂ ઝિલેન્ડ સામે 2-3થી પરાજય થતાં ઑસ્ટ્રેલિયા બીજા સ્થાનેથી ગબડીને ત્રીજા સ્થાને પહોંચી ગયું હતું.

 


ભારત અને ઑસ્ટ્રેલિયાની ટીમ વચ્ચે એક જ પોઈન્ટનો તફાવત છે. ટી-20ની બેટ્સમેનોની યાદીમાં કે. એલ. રાહુલે એક સ્થાન ગબડીને ત્રીજે સ્થાને પહોંચી ગયો હતો તો વિરાટ કોહલીએ છઠ્ઠું સ્થાન જાળવી રાખ્યું હતું.

 


816 પોઈન્ટ સાથે રાહુલ ઈંગ્લેન્ડના ડેવિડ માલન (915 પોઈન્ટ) અને ઑસ્ટ્રેલિયાના આરોન ફિન્ચ (830 પોઈન્ટ) કરતા પાછળ છે. ન્યૂ ઝિલેન્ડ સામેની છેલ્લી ત્રણ ટી-20માં ફિન્ચે અનુક્રમે 69, 79 અને 36 રન બનાવતા તેણે ત્રણ સ્થાનની છલાંગ લગાવી હતી.

 


ટી-20માં સારા દેખાવને કારણે ન્યૂ ઝિલેન્ડના માર્ટિન ગપ્તીલે પણ ત્રણ સ્થાનની બઢત મેળવી આઠમુ સ્થાન મેળવી લીધું હતું. ઑસ્ટ્રેલિયા સામેની ટી-20 શ્રેણીમાં ગપ્તીલે બે અડધી સદીની મદદથી 218 રન બનાવ્યા હતા.

 


તાજેતરની શ્રેણીમાં અનુક્રમે 13 અને 8 વિકેટ ઝડપ્યા બાદ ઑસ્ટ્રેલિયાના ઍસ્ટન આગર અને ઈશ સોઢીએ પણ ચાર અને ત્રણ સ્થાનની બઢત મેળવી હતી. ન્યૂ ઝિલેન્ડના ફાસ્ટ બોલર ટીમ સાઉધી અને આદમ ઝમ્પાએ પણ અનુક્રમે નવમું અને છઠ્ઠું સ્થાન મેળવી લીધું હતું. વેસ્ટ ઈંડિઝ સામેની શ્રેણીમાં છ વિકેટ ઝડપ્નાર શ્રીલંકાના ડાબોડી સ્પીનર લક્ષાન સન્દકાને નવ સ્થાનની બઢત મેળવી 10મું સ્થાન મેળવી લીધું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS