કોરોના કેસ અને મૃત્યુ મામલે ભારત પહેલા નંબરે, 4 રાજ્યોમાં દુનિયાના અન્ય દેશોથી વધુ સંક્રમણ

  • May 13, 2021 12:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતમાં બે દિવસથી કોરોનાના મૃત્યુઆંક 4000થી વધુ નોંધાય છે: સૌથી વધુ સંક્રમિત અમેરિકા અને બ્રાઝિલને પણ ભારત પાછળ છોડી રહ્યું છેભારતમાં ત્રણ દિવસથી દુનિયામાં નોંધાતા કેસોમાં સૌથી મોટું કોન્ટ્રિબ્યુટર દેશ બન્યો છે. 10 મેથી ભારતમાં આવેલા કોરોના સંક્રમણના નવા કેસ દુનિયાના કુલ કેસના 50% રહ્યા છે. એનો મતલબ એ થયો કે દુનિયામાં આવી રહેલા કુલ કેસમાંથી ભારતમાં નોંધાતા કેસ સૌથી વધુ છે. પાછલા ત્રણ દિવસના આંકડા પર નજર કરીએ તો દુનિયામાં થઈ રહેલા કુલ મોતમાંથી એક તૃતિયાંસ મૃત્યુ ભારતમાં થયા છેતેવું તારણ વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા એકત્ર કરવામાં આવેલા ડેટા પરથી મળ્યું છે.

 


કોરોના સંક્રમણના લેટેસ્ટ ડેટા મુજબ, ભારત આ સમયે દુનિયામાં કોરોના સંક્રમણ અને તેનાથી થનારા મોતના મામલે પહેલા નંબરે છે. કોરોના સંક્રમણથી પ્રભાવિત દેશોમાં બ્રાઝિલ આ સમયે બીજા નંબર પર છે, જ્યાં પાછલા 24 કલાકમાં 25,200 નવા કેસ નોંધાયા છે. જ્યારે 24 કલાક દરમિયાન અમેરિકામાં 22,261 કેસ નોંધાયા છે, જે ત્રીજા નંબર પર છે. આ પછી ફ્રાન્સ અને ઈરાનનો નંબર આવે છે જ્યાં 18,000 કરતા વધારે કેસ નોંધાયા છે. સૌથી ચિંતાની વાત એ છે કે એક તરફ ભારતમાં સતત બીજા દિવસે મૃત્યુઆંક 4000ને પાર કરી રહ્યો છે જ્યારે દુનિયાના કોઈ અન્ય દેશમાં આ આંકડા એક હજારથી પાર નથી થઈ રહ્યા.

 


રાજ્ય પ્રમાણે આંકડા પર નજર કરીએ તો મહારાષ્ય્ર અને કેરળમાં નવા કેસોની સંખ્યા 40,000ને પાર રહી છે જ્યારે કણર્ટિકામાં આંકડોનીચો રહ્યો છે, જ્યારે તામિલનાડુમાં 30,000 કરતા થોડા વધારે કેસ સામે આવ્યા છે. આ 4 રાજ્યો એવા છે કે જ્યાં રોજના કોરોનાના કેસની સંખ્યા દુનિયાના અન્ય દેશોની સરખામણીમાં વધુ છે. આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં 24 કલાકમાં 20,000 કરતા વધારે કેસ સામે આવ્યા છે, તો યુપી અને રાજસ્થાનમાં 15,000થી 18,000 વચ્ચે નવા કેસ નોંધાયા છે.

 


દેશમાં આ સામયે 13 રાજ્યો એવા છે જ્યાં 10,000 કરતા વધારે નવા કેસ સામે આવી રહ્યા છે, તો 5 રાજ્યો એવા છે જ્યાં 5,000થી 10,000 વચ્ચે કેસ આવી રહ્યા છે. આ સિવાય 6 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ એવા છે જ્યાં 1,000થી 5,000 વચ્ચે નવા કેસ સામે આવે છે. 12 રાજ્યો એવા છે કે જ્યાં બુધવારે એક દિવસમાં કોરોનાના કારણે 100થી વધારે લોકોના મોત થાય છે. મહારાષ્ટ્રમાં પાછલા 24 કલાકમાં 816 લોકોના મોત થઈ ગયા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS