ભારતને વેક્સિન માટે જંગી ફાઈનાન્સિંગ કરવાની યોજના

  • March 10, 2021 11:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા અને ભારતના બનેલા સંગઠન કવાડની 12મીએ બેઠક
 

 

કોરોનાવાયરસ વિરોધી રસી બનાવીને દુનિયાભરને સપ્લાય કરવાના ભારતના અભિયાનને વિશ્વભરમાંથી ભારે પ્રશંસા મળી રહી છે અને હવે વિશ્વના ટોચના દેશો ભારતને રસીનુ આઉટપુટ વધારવા અને તેને ઝડપથી ઉત્પાદન કરવા માટે જંગી ફાઈનાન્સિંગ કરવાની તૈયારી ચાલી રહી છે.

 


અમેરિકા જાપાન ઓસ્ટ્રેલિયા અને ભારત ના બનેલા ક્વાડ નામના સંગઠનની પ્રથમ બેઠક 12મી તારીખે મળી રહી છે અને તેમાં અલગ-અલગ મુદ્દાઓ પર ચચર્િ થશે પરંતુ અત્યારે કોરોનાવાયરસ ની સામે લડી રહેલા વિશ્વ ને મદદ કરવા માટે ભારતે જે મહત્વની ભૂમિકા ભજવી છે તેનો ખાસ ઉલ્લેખ બેઠકમાં કરવામાં આવશે.

 


આ બેઠકમાં ભારતને મોટાપાયે નાણાકીય ફાળવણી કરવાની જાહેરાત પણ થઈ શકે છે અને અમેરિકા જાપાન ઓસ્ટ્રેલિયા જંગી ફંડ જાહેર કરે તેવી સંભાવના દેખાઈ રહી છે અને એ જ રીતે અન્ય દેશો પણ ભારતને ઝડપથી અને વધુ પ્રમાણમાં રસી બનાવવા માટે મોટાપાયે ફાઈનાન્સિંગ કરે તેવી શક્યતા છે.

 


શુક્રવારે મળનારી આ બેઠક તરફ સૌની નજર મંડાઇ ગઇ છે અને આ બેઠક પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ જાપાનના વડાપ્રધાન વચ્ચે ફોન પર લાંબી ચચર્િ થઈ હતી અને કોરોનાવાયરસ તેમજ રસી અને અન્ય મુદ્દા પર બન્ને નેતાઓ વચ્ચે મહત્ત્વની મંત્રણા થઈ હતી.

 


આ બેઠક પહેલા અમેરિકાના એક ટોચના અધિકારીએ મીડિયાને એવી માહિતી આપી હતી કે ભારત મોટા પ્રમાણમાં રસી નું ઉત્પાદન કરે અને ઝડપથી ઉત્પાદન થાય તેવા હેતુથી ભારતને મોટા પાયે નાણાકીય ફાળવણી કરવી જરૂરી છે અને શુક્રવાર ની બેઠકમાં આ અંગે કોઈ મહત્વની જાહેરાત પણ થઈ શકે છે.

 


કોરોનાવાયરસ ની સામે લડવા માટે ભારતે વિશ્વના દેશોને રસી પૂરી પાડી છે અને માનવતાનું કાર્ય કર્યું છે અને લાખો લોકોના જાન બચાવવા માં સહાયક ભૂમિકા ભજવી છે ત્યારે અમેરિકા જાપાન અને ઓસ્ટ્રેલિયા તેમજ અન્ય દેશો ભારતની આ મદદ ને ખૂબ જ મહત્વની ગણી રહ્યા છે અને ભારતમાં ખૂબ ઝડપથી અને મોટાપાયે રસી નું ઉત્પાદન થાય તેવા પ્રયાસ મા આ બધા દેશો લાગી ગયા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS