માત્ર 22 વર્ષની શૂટર મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતને પહેલો મેડલ અપાવ્યો છે. મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. તે શૂટિંગમાં ઓલિમ્પિક મેડલ જીતનારી દેશની પ્રથમ મહિલા એથ્લેટ બની છે. 221.7 પોઈન્ટ સાથે, તે ખૂબ જ નજીકના માર્જિનથી સિલ્વર મેડલ ચૂકી ગઈ. કોરિયન શૂટરોએ ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યા હતા. મનુની આ બીજી ઓલિમ્પિક છે. ટોક્યો ઓલિમ્પિકમાં મેડલની સૌથી મોટી આશા મનુ ભાકર પર હતી.
બેડમિન્ટન ક્વીન પીવી સિંધુએ ઓલિમ્પિકના બીજા દિવસની શરૂઆત જીત સાથે કરી હતી. સિંધુએ પ્રથમ રાઉન્ડમાં માલદીવની ફાતિમથને 21-9 અને 21-6થી પરાજય આપ્યો હતો. રમિતા જિંદાલે મહિલાઓની 10 મીટર એર રાઈફલની ફાઇનલમાં જગ્યા બનાવીને મેડલની આશા જગાવી હતી. ભારતે તેનો છેલ્લો ઓલિમ્પિક મેડલ 2012માં શૂટિંગમાં જીત્યો હતો, જ્યારે અત્યાર સુધી કોઈ મહિલા ખેલાડી ભારત માટે શૂટિંગમાં ઓલિમ્પિક મેડલ જીતી શકી નથી.
તીરંદાજીમાં અંકિતા ભક્ત, દીપિકા કુમારી અને ભજન કૌરની મહિલા ટીમે ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી હતી. જો ટીમ ક્વાર્ટર ફાઈનલમાં જીત નોંધાવવામાં સફળ રહે છે તો તેની મેડલ મેચ પણ આજે યોજાઈ શકે છે. આ સિવાય બેડમિન્ટન ક્વીન પીવી સિંધુ અને બોક્સર નિખત ઝરીન પણ પોતાના અભિયાનની શરૂઆત કરશે. ઈતિહાસ રચતા, ભારતીય રોવર બલરાજ પંવારે પેરિસ ઓલિમ્પિક 2024 રોઈંગ ઈવેન્ટના મેન્સ સિંગલ સ્કલ્સ રિપેચેજ રાઉન્ડમાં શાનદાર પ્રદર્શન કર્યું અને આજે સ્પર્ધાના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech