પેરાલિમ્પિકમાં ભારતને ઝટકો, બ્રોન્ઝ મેડલ જીતનાર વિનોદ કુમાર આ કારણથી પરત કરશે મેડલ

  • August 31, 2021 11:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટોક્યો પેરાલિમ્પિક્સ ગેમ્સમાં રવિવારે વિનોદ કુમારે ભારત માટે ડિસ્કસ થ્રોના F52 કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો. પરંતુ હવે તેમનો બ્રોન્ઝ મેડલ તેની પાસેથી છીનવી લેવામાં આવ્યો છે કારણ કે તેઓ F52 કેટેગરીના ડિસ્ક થ્રો માટે ગેરલાયક ઠર્યા છે.

 

હકીકતમાં ભારતના ડિસ્કસ થ્રોઅર વિનોદ કુમારના બ્રોન્ઝ મેડલને હવે અમાન્ય જાહેર કરવામાં આવ્યો છે. વિનોદે ગઈ કાલે જ પુરુષોની ડિસ્ક થ્રોની F52 કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો પરંતુ કેટલાક દેશોએ વિરોધ કર્યા બાદ પરિણામ અટકાવવામાં આવ્યું હતું. પરંતુ આજે એવી ઘોષણા કરવામાં આવી હતી કે વિનોદે હવે પોતાનો મેડલ પાછો આપવો પડશે કારણ કે તેમણે જે કેટેગરીમાં જીત મેળવી છે તેને અમાન્ય જાહેર કરવામાં આવી છે.

 

 

41 વર્ષીય બીએસએફ જવાને 19.91 મીટર દૂર પોતાની ડિસ્ક થ્રો ફેંકીને ત્રીજું સ્થાન મેળવ્યું. તેમણે પોલેન્ડના પીઓટર કોસેવિચ (20.02 મીટર) અને ક્રોએશિયાના વેલિમિર સેન્ડોર (19.98 મીટર)ને પાછળ રહ્યા, જેમણે અનુક્રમે ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યા. વિનોદે F52 કેટેગરીમાં પેરાલિમ્પિક્સમાં ભાગ લીધો હતો. આ કેટેગરીમાં એ એથલિટને સામેલ કરવામાં આવે છે, જેમના સ્નાયુઓમાં નબળાઇ હોય. અંગોનો અભાવ, પગની અસામાન્ય લંબાઈ આવા ખેલાડીઓ વ્હીલચેર પર બેસીને સ્પર્ધામાં ભાગ લે છે. 22 ઓગસ્ટે વિનોદનો ટેસ્ટ થઈ ચૂક્યો છે, જેમાં તેઓ પાસ થયા હતા.

 

વિનોદે 19.91 મીટરની ડિસ્ક થ્રો સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ પણ એક એશિયન રેકોર્ડ છે. તેમણે તેમના 6 પ્રયાસોમાં 17.46 મીટર, 18.32 મીટર, 17.80 મીટર, 19.12 મીટર, 19.91 મીટર અને 19.81 મીટર પર ડિસ્ક ફેંકી.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021