ભારતે ચીનને પાછળ છોડ્યું..માત્ર આટલી જ કલાકમાં 100 કિલોમીટરનો નવો રોડ બનાવી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

  • May 20, 2023 12:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતે અમેરિકા અને ચીનને પાછળ છોડ્યું છે. લાર્સન એન્ડ ટુબ્રોએ માત્ર 100 કલાકમાં જ 100 કિલોમીટરનો ગાઝિયાબાદથી બુલંદશહેર અલીગઢ એક્સપ્રેસવે બનાવ્યો છે.



લાર્સન એન્ડ ટુબ્રો ગ્રુપે માત્ર 100 કલાકમાં 100 કિલોમીટરનો નવો રોડ બનાવીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આટલું જ નહીં લાર્સન એન્ડ ટુબ્રોએ 2000 કર્મચારીઓને 24 કલાક કામે લગાડીને માત્ર 100 કલાકમાં 100 કિલોમીટરનો રસ્તો 75 કલાકમાં બનાવવાનો જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે.


આ દરમિયાન ગાઝિયાબાદથી બુલંદશહેર અલીગઢ એક્સપ્રેસવે NH 34 સુધી રોડ બનાવવામાં આવ્યો હતો. લાર્સન એન્ડ ટર્બોની સફળતા પર બુલંદશહરના એક રિસોર્ટમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ટીમને અભિનંદન પાઠવ્યા છે.


લાર્સન એન્ડ ટુબ્રો નામના જૂથે માર્ગ નિર્માણના ક્ષેત્રમાં નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. L&Tની ટીમે 100 કલાકમાં 100 લેન કિલોમીટરનો રોડ બનાવ્યો છે. આ દરમિયાન ભારત સરકારના કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ બુલંદશહરના રિસોર્ટમાં આયોજિત એક ભવ્ય કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા L&T ટીમને અભિનંદન પાઠવ્યા હતા. આ દરમિયાન, ટીમે ગાઝિયાબાદથી બુલંદશહર અલીગઢ એક્સપ્રેસ NH 34 પર નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.


ટીમે દિવસ-રાત મહેનત કરીને 100 લેન કિલોમીટર ઓવર લેપ રોડ માત્ર 100 કલાકમાં બનાવ્યો હતો. આ દરમિયાન 2,000 કર્મચારીઓએ 100 કિમી રોડ તૈયાર કરવા માટે 24×7 કામ કર્યું છે. અગાઉ 75 કલાકમાં 75 કિલોમીટર રોડ બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ હતો. જેને તોડીને L&Tએ નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application