ભારતમાં વિશ્વનો સૌથી રહસ્યમય દરિયો છે, જેનું પાણી થઇ જાય છે ગાયબ

  • May 08, 2023 11:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતમાં ઘણી એવી રહસ્યમય જગ્યાઓ છે જેનું રહસ્ય આજ સુધી બહાર નથી આવ્યું. હજુ પણ વૈજ્ઞાનિકો આ રહસ્યો જાણવાની કોશિશમાં લાગેલા છે. આ રહસ્યોમાં ઓડિશાનો ચાંદીપુર બીચ પણ સામેલ છે. સૌથી નવાઈની વાત એ છે કે ચાંદીપુર સમુદ્રનું પાણી ગાયબ થઈ જાય છે.

ઓડિશા રાજ્યના બાલાસોર ગામ પાસે સ્થિત ચાંદીપુર બીચ રહસ્યોથી ભરેલો છે. ચાંદીપુર બીચ પરથી સમુદ્રનું પાણી સમયાંતરે ગાયબ થઈ જાય છે અને પછી થોડા સમય પછી તે દેખાવા લાગે છે. આ રહસ્યમય બીચ ઓડિશાની રાજધાની ભુવનેશ્વરથી થોડે દૂર સ્થિત છે. 

ચાંદીપુર બીચ એક એકાંત બીચ છે. અહીં દરિયાનું પાણી થોડા કલાકો માટે અચાનક ગાયબ થઈને પાછું આવી જાય છે. આ કોઈ રહસ્યથી ઓછું નથી. બાલાસોર ઓડિશાનું એક નાનું શહેર છે અને ચાંદીપુર બીચ અહીં આવેલું છે.

આ સમુદ્રમાંથી પાણી ગાયબ થઈ જવાને કારણે અને પાછા આવવાને કારણે તેને લુકા ચુપ્પી બીચ અથવા હાઈડ એન્ડ સીક બીચ તરીકે પણ ઓળખવામાં આવે છે. ચાંદીપુર બીચ કેસુરીના વૃક્ષો, નૈસર્ગિક પાણી અને લીલાછમ દરિયાકાંઠાની વનસ્પતિઓથી ઘેરાયેલો છે, પરંતુ અહીં દરરોજ વિચિત્ર કુદરતી ઘટનાઓ બને છે. 

આ ઘટના બીચ માટે અનોખી હોવાનું માનવામાં આવે છે. ભરતી ઓસરવા માટે કોઈ નિશ્ચિત સમય નથી. તે ચંદ્ર ચક્ર પર આધારિત છે, જો કે આ ઘટના દરરોજ થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application