ભારત હવે કોરોના વેક્સીન નિકાસમાંથી આયાત કરનારો દેશ બન્યો, વિશ્વ ચિંતામાં

  • April 17, 2021 09:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના વાયરસની વેક્સીનને મંજૂરી મળ્યા બાદ ભારતે ઘણા દેશોને વેક્સીનના કરોડો ડોઝ ગિફ્ટમાં આપ્યા અને ઘણા દેશોને ઓછી કિંમતમાં વેચાણ કર્યું. સમગ્ર વિશ્વએ ત્યારે ભારતની પ્રશંસા કરી હતી. પરંતુ હવે દેશમાં કોવિડ-19ના કેસો રોકેટ ગતિથી વધવાના કારણે પરિસ્થિતિ આખી વિપરીત થઈ ગઈ છે. ભારત હવે વેક્સિનની આયાત કરવાનું છે. હવે ભારત કોરોનાથી સૌથી ખરાબ રીતે અસરગ્રસ્ત દેશોમાં અમેરિકા બાદ બીજા ક્રમે આવી ગયું છે. ગુરૂવારે ભારતમાં પ્રથમ વખત એક જ દિવસમાં 2 લાખથી વધુ કેસ નોંધાયા હતા.

 


લોકડાઉનના નિયમો હળવા બનાવ્યા બાદ કેસમાં મોટો ઉછાળો આવ્યો છે અને હોસ્પિટલો દર્દીઓથી ઊભરાઈ રહી છે ત્યારે વિદેશી વેક્સીનને ઝડપથી મંજૂરી આપવા માટે નિયમો બદલવામાં આવી રહ્યા છે. ભારત રશિયાની સ્પુતનિક-વી વેક્સિનને ઈમ્પોર્ટ કરશે. ભારતમાં ઊભી થયેલી આ પરિસ્થિતિના કારણે વિશ્વના 60થી વધારે ગરીબ દેશોની કોરોના સામેની લડતને પણ અસર પડશે.

 


વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનું સમર્થન ધરાવતા કોવેક્સ પ્રોગ્રામ અને ગાવી વેક્સીન એલાયન્સ વિશ્વના ગરીબ અને ઓછી આવક ધરાવતા દેશોને વેક્સીન મળી રહે તેવા પ્રયાસો કરે છે. તેથી આ તમામનો આધાર એશિયાના સૌથી મોટા ફામર્સ્યિુટિકલ પાવરહાઉસ ભારત પર રહેલો છે. પરંતુ આ મહિને અત્યાર સુધી ભારતે ફક્ત 1.2 મિલિયન ડોઝ જ એક્સપોર્ટ કયર્િ છે. જે જૂલાઈ અને માર્ચની વચ્ચે એક્સપોર્ટ કરેલા 64 મિલિયન ડોઝની સરખામણીમાં ઘણા જ ઓછા છે, તેમ વિદેશ મંત્રાલયના ડેટા પરથી જાણવા મળે છે.

 


ભારતની વેક્સીન સ્ટ્રેટેજી અંગે જાણકારી રાખનારા એક અધિકારીએ જણાવ્યું હતું કે, ભારતમાં હાલમાં કટોકટી ભરેલી પરિસ્થિતિ છે તેવામાં ઉપલબ્ધ વેક્સીન શોટ્સને દેશમાં ઉપયોગમાં લેવામાં આવશે. અન્ય દેશોને કોઈ પ્રતિબદ્ધતા આપવામાં આવી નથી. કોવેક્સ યોજના અંતર્ગત કેટલાદ દેશોમાં વેક્સીનની તંગી ઊભી થઈ છે અને આફ્રિકામાં કોરોના વેક્સીનનું ધ્યાન રાખનારા યુએનના એક સ્વાસ્થ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, એક જ ઉપ્તાદક પર આધાર રાખવો મોટી ચિંતાનું કારણ છે.

 


સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા વેક્સીન બનાવતી વિશ્વની સૌથી મોટી કંપ્ની છે. કંપ્નીને ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોને કોરોના વેક્સીનના 2 બિલિયન શોટ્સ મોકલવાના છે જેમાંથી અડધા 2021ના અંત સુધીમાં મોકલવાના છે. પરંતુ હાલમાં એસ્ટ્રાઝેનેકાના વૈશ્વિક ઉત્પાદનની મુશ્કેલીઓને લઈને બ્રિટન, કેનેડા અને સાઉદી અરબ જેવા દેશોની માંગને પહોંચી વળવા માટે દબાણમાં છે.

 


ભારતે શરૂઆતમાં પ્રતિ ડોઝની કિંમત નક્કી કરવામાં ઘણો સમય લગાવ્યો હતો અને ભારતના ડ્રગ રેગ્યુલેટર દ્વારા એસ્ટ્રાઝેનેકાની વેક્સીનને મંજૂરી આપ્યાના બે જ સપ્તાહમાં ઓર્ડર આપી દીધો હતો. એક સમયે સીરમ પાસે ઉત્પાદન કરવામાં આવેલા ડોઝ રાખવાની પણ જગ્યા ન હતા. જાન્યુઆરીમાં સીરમના ચીફ એક્ઝિક્યુટિવ અદર પૂનાવાલાએ જણાવ્યું હતું કે, તેથી જ હું 50 મિલિયન ડોઝથી વધારે ઉત્પાદન કરવાનું પસંદ કરતો ન હતો, કારણ કે હું જાણતો હતો કે મેં તેનાથી વધારે ડોઝ પેક કયર્િ હોત તો તેને મારા ઘરમાં રાખવા પડ્યા હોત.

 


કોવેક્સ દ્વારા સીરમ પાસેથી 1 બિલિયન કરતા વધારે ડોઝ ખરીદવાની ડીલ કરી છે. પરંતુ અત્યાર સુધી તેને 100 મિલિયન ડોઝનો પાંચમો જથ્થો મળ્યો છે. સીરમ કોવેક્સ માટે નોવાવેક્સના પણ લાખો ડોઝ તૈયાર કરશે તેવું માનવામાં આવી રહ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021