ભારતની પહેલી ઈલેક્ટ્રીક સુપરકાર, ફુલ ચાર્જમાં આપશે 700 કિમીની ડ્રાઈવિંગ રેન્જ

  • August 13, 2021 11:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતમાં ઈલેક્ટ્રીક સુપરકારનું સપનું જોતા અનેક યુવાનોનું સપનું સાકાર થવા જઈ રહ્યું છે, સુપરકાર ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીનો સૌથી મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે. જો સુપરકારને ઈલેક્ટ્રીક વર્ઝનમાં લાવવામાં આવે છે તો તેની માગ વધી જશે. મીન મેટલ મોટર્સ નામના ભારતીય સ્ટાર્ટઅપે દાવો કર્યો છે કે તેમણે ભારતની પહેલી ઈલેક્ટ્રીક સુપરકાર અઝાની બનાવવા માટે એક પ્રોજેક્ટ શરૂ કર્યો છે.

 

Azaniની નામની ટોપ સ્પીડ 350 કિલોમીટર પ્રતિ કલાક છે. આ સુપરકાર 2 સેકન્ડથી પણ ઓછા સમયમાં 0-100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પકડી શકે છે. આ સુપરકારમાં ઉપયોગમાં લેવાયેલી ઈલેક્ટ્રીક મોટર 1000bhpનો પાવર જનરેટ કરે છે. કાર નિર્માતાનો દાવો છે કે આ કારને એકવાર ફુલ ચાર્જ કરવા પર તે 700 કિલોમીટર સુધીની ડ્રાઈવિંગ રેન્જ આપે છે. મીન મેટલ મોટર્સે જણાવ્યું કે કંપનીની સ્થાપના 2012માં સાર્થક પોલે કરી હતી. અને આ બ્રાંડને 2014માં સામેલ કરવામાં આવી હતી. તેનું ઉદ્દેશ્ય ભારતની પહેલી અને એકમાત્ર પ્રોડક્શન હાઈ-પર્ફોર્મેન્સ ઈલેક્ટ્રીક સુપરકાર બનાવવાનો છે, જે ભવિષ્યની અત્યાધુનિક અને ટેક્નિકલ ઈનોવેશન સાથે આવશે.

 

Azani સુપરકાર McLarenની સુપરકારથી પ્રેરિત દેખાય છે. કારના ફ્રંટ પ્રોફાઈલ સંપૂર્ણ રીતે ઢંકાયેલી પેનલ અને મોટા સાઈડ વેન્ટ્સમાં ઈન્ચટીગ્રેટેડ શાર્પ LED હેડલેમ્પ્સ સાથે સ્લીક અને આક્રામક દેખાય છે. કારમાં સુંદર બોનેટ, ફ્લેયર્ડ વ્હીલ આર્ક, શોલ્ડર લાઈન, ઓલ બ્લેક કોકપિટ, એરોડાયનામિક ટેલ સેક્શન મળે છે. જે આ સુપરકારના લુકને વધુ આકર્ષક બનાવે છે. Azaniના પાછલા ભાગમાં ટેલ લાઈટના રૂપમાં એક સ્લીક LED સ્ટ્રીપ આપવામાં આવી છે.

 

સ્ટાર્ટઅપનો દાવો છે કે તેઓ 2022ની બીજી 6 માસિકમાં કારનો પહેલો પ્રોટોટાઈપ લાવશે. આ સુપરકારની કિંમતની વાત કરવામાં આવે તો MMM Azaniની શરૂઆતી કિંમત 1.20 લાખ અમેરિકી ડોલરથી શરૂ થાય છે. એટલે કે 89 લાખ રૂપિયા. હવે વાસ્તવિક આંકડાના વાત કરીએ તો ભારતીય બજારમાં લોન્ચ થયા બાદ, MMM Azaniની કિંમત 1.5 કરોડ રૂપિયા આસપાસ હશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021