ભારતમાં કોરોના વાયરસના દર્દીઓ વધારો, 24 કલાકમાં સંખ્યા 250 થઈ  

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વિશ્વના અનેક દેશ કોરોના વાયરસના સંકટ સાથે ઝઝૂમી રહ્યા છે. ભારતમાં પણ આ ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે તેના કારણે દર્દીઓની સંખ્યા 250 પર પહોંચી ગઈ છે. શુક્રવારે હિમાચલ પ્રદેશ અને મધ્યપ્રદેશમાં પણ કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધાયા હતા. હિમાચલમાં મધ્યપ્રદેશમાં 2 લોકોને કોરોના વાયરસથી ચેપ લાગ્યો હતો. કેરળમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 40 દર્દીઓની પુષ્ટિ થઈ છે. અહીં 24 કલાકની અંદર 12 નવા કેસ નોંધાયા હતા.

 

ગુજરાતમાં પણ કોરોના વાયરસ ફેલાઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં આ વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 7 થઈ છે. જેમાં અમદાવાદમાં 3, વડોદરામાં 2, સુરત અને રાજકોટમાં 1-1 કેસ નોંધાયા છે. આ સાથે જ ઓડિશા અને આંધ્રપ્રદેશમાં પણ એક નવા કેસની પુષ્ટિ થઈ છે. ભારતમાં કોરોના વાયરસને કારણે અત્યાર સુધીમાં 4 લોકોનાં મોત નીપજ્યાં છે.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021