અફઘાનિસ્તાન પર ભારતની સતત નજર, હિન્દુ અને શીખ સમુદાયના નેતાઓ સીધા સંપર્કમાંઃ એસ જયશંકર

  • August 17, 2021 09:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિદેશ પ્રધાન એસ જયશંકરે કહ્યું કે કાબુલ તાલિબાનના નિયંત્રણમાં આવ્યા બાદ, ભારત અફઘાનિસ્તાનની સ્થિતિ પર સતત બારીકાઈથી નજર રાખી રહ્યું છે. તેમણે કહ્યું કે ભારત સરકાર કાબુલમાં રહેતા ભારતીય નાગરિકો અને શીખ તેમજ હિન્દુ સમુદાયના નેતાઓ સાથે સીધા સંપર્કમાં છે.

 

શ્રેણીબદ્ધ ટ્વિટ કરીને વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે કાબુલની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. ભારત પાછા ફરવા ઈચ્છતા લોકોની ચિંતા સમજાય છે. મુખ્ય પડકાર એરપોર્ટનું સંચાલન છે. આ બાબતે સહયોગીઓ સાથે ચર્ચા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે અમે કાબુલમાં શીખ અને હિન્દુ સમુદાયના નેતાઓ સાથે સતત સીધા સંપર્કમાં છીએ. અમારી પ્રાથમિકતા તેમની સંભાળ લેવાની અને તેમને સલામત રીતે સ્થળાંતર કરાવવાની છે.

 

અફઘાનિસ્તાનમાં કથળતી પરિસ્થિતિ વચ્ચે ભારતીય વિદેશ મંત્રાલયે એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે. હેલ્પલાઇન નંબર +919717785379 વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચી દ્વારા સોમવારે જાહેર કરવામાં આવ્યો હતો. આ સાથે, [email protected] ઇમેઇલ આઈડી પણ જાહેર કરવામાં આવ્યો હતો. આ બંને દ્વારા, ભારતના લોકો અફઘાનિસ્તાનમાં રહેતા તેમના સગા સબંધીઓ અને નજીકના મિત્રો વિશે જરૂરી માહીતી મેળવી શકે છે અને માહિતી આપી શકે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021