ભારત બંધ ખૂલ્લું રહ્યું: ટ્રકો થંભી ગઇ

  • February 26, 2021 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશના 8 કરોડ નાના વેપારીઓ બંધમાં જોડાશે તેવો દાવો કરવામાં આવ્યો હતો : કેટલાક રાજ્યોમાં ટ્રકના પૈડાં અટકી ગયા : જીએસટીના નિયમોનો વિરોધ

દેશના 8 કરોડથી વધુ વેપારીઓએ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ માં સુધારો લાવવા માટે આજે ભારત બંધનું આહ્વાન કર્યું છે. આ નિર્ણયનું સમર્થન કરતા ટ્રાન્સપોર્ટ સંગઠનો એ ટ્રકોને પાર્ક કરીને સવારે 6 વાગ્યાથી લઈને સાંજે 8 વાગ્યા સુધી ચક્કાજામ કરવાનો નિર્ણય લીધો છે. જો કે, બંધની ખાસ અસર જોવા મળી નથી. અમુક રાજ્યોને બાદ કરતા વેપારીઓ આ બંધથી અળગા રહ્યા છે તેવું લાગી રહ્યું છે.

 


ભારત બંધની જાહેરાત કરનાર કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સનો દાવો કર્યો હતો કે આમાં આશરે 8 કરોડ નાના વેપારીઓ સામેલ થશે. આ સાથે જ દેશના આશરે 1 કરોડ ટ્રાન્સપોટ્ર્સ અને લઘુ ઉદ્યોગ તેમજ મહિલા સાહસિકો પણ સામેલ થશે તેવો દાવો કરવામાં આવ્યો હતો પણ આ દાવો ખોટો સાબિત થઇ રહ્યો છે.

 


દિલ્હી સહિત દેશના 40 હજારથી વધારે વેપારી સંગઠનો સાથે જોડાયેલા 8 કરોડથી વધુ વેપારી આ બંધમાં સામેલ થશે. સાથે જ ઓલ ઈન્ડિયા ટ્રાન્સપોર્ટ વેલફેર એસોસિએશનની જાહેરાતના આધારે દેશમાં તમામ ટ્રાન્સપોર્ટ કંપ્નીઓ બંધ રહેશે. આ સિવાય લઘુ ઉદ્યોગ, ફેરિયાઓ, મહિલા સાહસિકો અને વેપાર સાથે જોડાયેલા અન્ય ક્ષેત્રોના રાષ્ટ્રીય તેમજ રાજ્યસ્તરના સંગઠનોએ પણ વેપાર બંધને પોતાનું સમર્થન આપ્યું છે.

 


ભારત વેપાર બંધથી કોઈ અસુવિધા ના થાય તેને ધ્યાનમાં રાખતા વેપારી સંગઠને જીવનજરૂરિયાતની સેવાઓને આમાં સામેલ નથી કરી. જેમાં દવાની દુકાનો, દૂધ, શાકભાજીની દુકાન વગેરેનો સમાવેશ થાય છે. પ્રવીણ ખંડેલવાલે આ વિશે વાત કરતા જણાવ્યું કે ગત 22 ડિસેમ્બર અને ત્યારપછી જી.એસ.ટી. નિયમોમાં ઘણાં એકતરફી સંશોધન કરવામાં આવ્યા. આ મુદ્દે સમગ્ર દેશના વેપારીઓમાં ગુસ્સો છે. આ સંશોધનોથી અધિકારીઓને અસીમિત અધિકાર આપવામાં આવ્યા છે.

 


હવે કોઈપણ અધિકારી પોતાના વિવેક અનુસાર કોઈપણ કારણસર, કોઈપણ વેપારીનો જી.એસ.ટી. રજિસ્ટ્રેશન નંબર સસ્પેન્ડ અથવા કેન્સલ કરી શકે છે. તે કોઈપણ વેપારીનું બેંક ખાતુ અને સંપત્તિ પણ જપ્ત કરી શકે છે. મહત્વની વાત એ છે કે આવું કરતા પહેલા વેપારીને કોઈ નોટિસ આપવામાં નહીં આવે અને કોઈ સુનાવણીની તક પણ આપવામાં નહીં આવે. આ પ્રકારના નિયમોથી ભ્રષ્ટાચાર વધશે. આ તો વેપારીઓને મૌલિક અધિકારોથી વંચિત રાખવા જેવી વાત થઈ. આ નિયમોથી અધિકારી કોઈપણ વેપારીને હેરાન કરી શકશે.

 

ટ્રકોના પૈડા જામ
આજે ભારત બંધનું એલાન બોલાવ્યું છે. જેમાં 40,000 ટ્રેડર્સ એસોસિએશન સામેલ થઈ રહ્યા છે. જે 8 કરોડ ટ્રેડર્સનું નેતૃત્વ કરે છે. આ ઉપરાંત ટ્રાન્સપોર્ટર્સની સૌથી મોટી સંસ્થા ઓલ ઈન્ડિયા ટ્રાન્સપોર્ટર્સ વેલફેર એસોસિએશન એ પણ ભારત બંધને સાથ આપવાની જાહેરાત કરી છે. જેનો અર્થ છે કે આજે દેશભરમાં ટ્રકોના પૈડા થંભી જશે. ઓલ ઈન્ડિયા ટ્રાન્સપોર્ટર્સ વેલફેર એસોસિએશન ના પ્રેસિડેન્ટ પ્રદીપ સિંઘલનું કહેવું છે કે પહેલા એક દિવસમાં 100 કિલોમીટર દોડાવવાની શરત હતી જે હવે વધારીને 200 કિલોમીટર કરી દેવાઈ છે. અનેકવાર જો ફૂલ લોડ ન હોય તો સમયમયર્દિા ખુબ મુશ્કેલ બની જાય છે. ઈ વે બિલને લઈને પણ અનેક સમસ્યાઓ છે. ઈ વે બિલ એક્સપાયરી ઉપર ભારે પેનલ્ટીનો નિયમ છે, ટેક્સ રકમ ના બમણા જેટલી રકમ પેનલ્ટી તરીકે વસૂલાઈ રહી છે. અધિકારીઓ નાની નાની ભૂલો માટે પણ દંડ વસૂલે છે. પ્રદીપ સિંઘલનું કહેવું છે કે જ્યાં ટેક્સ ચોરી નથી ત્યાં ટેક્સ ઓછો કરવામાં આવે. આ સાથે જ ઇ-વે બિલને ખતમ કરવામાં આવે કે સરળ બનાવવામાં આવે. આ સાથે જ સરકારની જગ્યાએ સામાન મોકલનારા અને મંગાવનારા જ નક્કી કરે કે મયર્દિા શું હશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS