ગુજરાતના ભાવનગર અને ઓખા સહીત આ બધા શહેરો ડૂબી જશે પાણીમાં, NASAએ તેના રિપોર્ટમાં કર્યો દાવો   

  • August 11, 2021 04:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ ભારતને લઈ એક ચોંકાવનારો અહેવાલ આપ્યો છે. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આજથી 80 વર્ષ પછી એટલે કે 2100 સુધીમાં ભારતના 12 શહેરો 3 ફૂટ પાણીમાં ડૂબી જશે. આ અહેવાલ મુજબ મેદાન વારા વિસ્તારમાં પણ ભારે વિનાશ થઈ શકે. આ બધું ગ્લોબલ વોર્મિંગને કારણે બરફના પર્વત પીગળવાના કારણે થશે.

 

અમેરિકન સ્પેસ એજન્સી નાસાના રિપોર્ટ અનુસાર, ભારતના ઓખા, મેરમુગાઓ, ભાવનગર, મુંબઈ, મેંગલોર, ચેન્નાઈ, વિશાખાપટ્ટનમ, તુતીકોરન, કોચી, પારાદીપ અને પક્ષિમ બંગાળના કિદ્રોપુર દરિયાકાંઠાના વિસ્તારો ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે પાણીમાં ડૂબી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને ભવિષ્યમાં સુરક્ષિત સ્થળોએ જવું પડશે.

 

નાસાએ આપેલા રિપોર્ટમાં, પશ્ચિમ બંગાળનો કિદ્રોપુર વિસ્તાર, જ્યાં ગયા વર્ષ સુધી સમુદ્રનું સ્તર વધવાનો કોઈ ખતરો ના હતો. પરંતુ આગામી  80 વર્ષ સુધીમાં અડધો ફૂટ પાણીનું પ્રમાણ વધી જશે. જેને કારણે આ વિસ્તારના લોકોને સ્થળાંતર કરવું પડશે.

 

 

નાસાએ સી લેવલ પ્રજેકશન ટૂલ બનાવ્યું 

 

નાસાએ દરિયાની સપાટી માટે 'સી લેવલ પ્રજેકશન ટૂલ' બનાવ્યું છે. આ ટૂલની મદદથી લોકોને સમયસર દરિયાકિનારા પર આવનારી આફતમાંથી બચાવી શકાશે. આ ઓનલાઈન સાધન દ્વારા ભવિષ્યમાં આવનારી કોઈ પણ આપત્તિ વિશે માહિતી મેળવી શકાશે.

 

IPCCનો આ છઠ્ઠો અહેવાલ

 

ઇન્ટર ગવર્મેન્ટલ પેનલ ઓફ ક્લાઈમેટ ચેન્જના અહેવાલમાં નાસાએ કહ્યું હતું કે, આગામી 80 વર્ષમાં ભારતના ઘણા શહેરો સમુદ્રમાં ડૂબી જવાની ચેતવણી આપી છે. IPCCનો આ છઠ્ઠો અહેવાલ હતો જે 9 ઓગસ્ટના રોજ બહાર પાડવામાં આવ્યો હતો.

 

મેદાનોને થશે નુકસાન 

 

નાસાનો રિપોર્ટ કહે છે કે, 'વર્ષ 2100 સુધીમાં વિશ્વનું તાપમાન નોંધપાત્ર રીતે વધશે. લોકોને ભયંકર ગરમી સહન કરવી પડશે. જો કાર્બન અને પ્રદૂષણ અટકાવવામાં નહીં આવે તો તાપમાનમાં સરેરાશ 4.4 °C નો વધારો થશે. આગામી બે દાયકામાં તાપમાનમાં 1.5 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે. જો આ રીતે જ ગરમી વધતી જશે તો બરફના પર્વતો પીઘળી જશે. બરફનું પાણી થવાથી મેદાનો અને દરિયાઈ વિસ્તારોમાં વિનાશ સર્જાય શકે છે. 


 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021