કોરોનાથી ચાર લાખના મોત વાળો ત્રીજો દેશ બન્યો ભારત

  • July 02, 2021 12:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આમ છતાં વધુ પ્રભાવિત વિશ્વના અન્ય દેશો કરતાં હાલત સારી હોવાનો દાવો, રસીકરણમાં ઝડપ

 


કોરોનાવાયરસ મહામારીની બીજી લહેર માં થી બહાર નીકળવામાં ભારત ને સફળતા મળી છે પરંતુ અત્યાર સુધીમાં કોરોનાવાયરસ ને લીધે કુલ ચાર લાખ લોકોના મૃત્યુ થયા છે અને વિશ્વમાં ૪૦૦૦૦૦ મૃત્યુ ધરાવતો ભારત ત્રીજો દેશ બન્યો છે.

 


ભારત પહેલા અમેરિકા અને બ્રાઝિલમાં ચાર લાખથી વધુ દર્દીઓ ના મૃત્યુ થઈ ગયા છે. એક અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ભારતની તુલનામાં અમેરિકા અને બ્રાઝિલમાં મૃત્યુની સંખ્યામાં એક લાખ નું અંતર છે. ગઈકાલે દેશમાં ૭૦૦ વધુ દર્દીઓ ના મૃત્યુ થયા હતા.

 


આમ તો કોરોનાવાયરસ ને લીધે દુનિયાભરમાં અમેરિકામાં સૌથી વધુ દર્દીઓ ના મૃત્યુ થયા છે અને તેનું મૃત્યુ આકં ૬.૨૦ લાખ જેટલો થઈ ગયો છે અને બીજા નંબર પર બ્રાઝિલ આવે છે અને તેનો મૃત્યુઆકં ૫.૨૦ લાખ જેટલો થઈ ગયો છે.

 


ભારત અમેરિકા અને બ્રાઝિલ ઉપરાંત મેકિસકોમાં બે લાખથી વધુ દર્દીઓ ના મૃત્યુ થઈ ગયા છે અને પે દેશ માં પણ ૨૦૦૦૦૦ દર્દીના મૃત્યુ થઈ ગયા હોવાના અહેવાલો બહાર આવ્યા છે. સૌથી વધુ વસ્તી ધરાવતા કુલ ૧૦ દેશોમાં રશિયા બ્રિટન ઇટાલી ફ્રાંસ કોલમ્બિયા નો પણ સમાવેશ થાય છે.

 


જોકે કોરોનાવાયરસ મહામારી હજુ પણ ચાલી રહી છે અને મૃત્યુ હજુ પણ દર્દીઓના થઈ રહ્યા છે ત્યારે આંકડામાં વધારો થતો રહેશે પરંતુ પહેલાં જેટલી ગંભીર ઝડપ રહી નથી અને મોટાભાગના દેશોમાં હવે મૃત્યુના દરમાં ખૂબ જ ઘટાડો થયો છે પરંતુ ડેલ્ટા વેરિયન્ટ નો ખતરો અનેક દેશોના માથે તોળાઈ રહ્યો છે અને ૧૦૦ જેટલા દેશોમાં આ વેરિઅન્ટ થી મોટો ખતરો પેદા થઈ ગયો છે.

 


બ્રિટનમાં નવેસરથી કેસ બહાર આવી રહ્યા છે અને ત્યાં ડેલ્ટા ના ૩૫ હજારથી વધુ કેસ બહાર આવી ગયા છે અને ત્યાં મૃત્યુના દરમાં વધારો થવાની સંભાવના છે. અન્ય દેશોમાં પણ આ વાયરસ પહોંચી ગયો છે ત્યારે ચિંતા વધી ગઈ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021