ભારત ગાઝા માટે બન્યું દેવદૂત, 38 ટન ખાદ્યપદાર્થો સાથે મદદ માટે મોકલ્યા મેડિકલ સાધનો

  • October 25, 2023 01:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઇઝરાયલ-હમાસ યુદ્ધમાં મોતનો આંકડો ૧૦,૦૦૦, હજારો લોકો ઘાયલ, ઈલેક્ટ્રીસીટી વગર જીવવા મજબૂર બન્યા લોકો



પેલેસ્ટિનિયન ઉગ્રવાદી સંગઠન હમાસ દ્વારા ઇઝરાયેલમાં પ્રવેશ કરીને હુમલો કરવામાં આવ્યો ત્યારથી, ઇઝરાયેલી સંરક્ષણ દળોએ ગાઝા પટ્ટી પર બોમ્બમારો ચાલુ રાખ્યો છે. છેલ્લા ૧૮ દિવસથી ચાલી રહેલા યુદ્ધની વચ્ચે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ગાઝામાં રહેતા લાખો પેલેસ્ટિનિયનો ખતરરામાં છે અને તેમના સુધી ખોરાક, દવા સહિતની મૂળભૂત જરૂરિયાતો પહોંચી રહી નથી. આ દરમિયાન ભારતે પણ ગાઝામાં આવશ્યક સામાન મોકલ્યો છે. રફાહ બોર્ડર ખોલ્યા બાદ આ મદદ મોકલવામાં આવી છે.


અહેવાલ મુજબ, સંયુક્ત રાષ્ટ્રમાં નાયબ સ્થાયી પ્રતિનિધિ એમ્બેસેડર આર રવિન્દ્રએ યુએન સુરક્ષા પરિષદની ચર્ચામાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા કહ્યું કે ભારતે ગાઝા પટ્ટીને ૩૮ ટન ખોરાક અને પાણીની મદદ કરી છે, આ ઉપરાંત મહત્વપૂર્ણ તબીબી સાધનો મોકલવામાં આવ્યા છે.


ભારત વતી શાંતિની અપીલ કરતાં તેમણે કહ્યું કે, "ભારતે પેલેસ્ટાઈનના લોકોને દવાઓ અને સાધનો સહિત ૩૮ ટન આવશ્યક ચીજવસ્તુઓ મોકલી છે. અમે શાંતિની પુનઃસ્થાપના અને સીધી વાટાઘાટો ફરી શરૂ કરવા માટે જરૂરી શરતો બનાવવાની દિશામાં કામ કરી રહ્યા છીએ આઈએએફ સી-૧૭ ફ્લાઇટ ટન આપત્તિ રાહત પુરવઠો લઈને ઇજિપ્તના અલ-આરિશ એરપોર્ટ માટે રવાના થઈ છે.

મોકલવામાં આવેલી સામગ્રીમાં દવાઓ, સર્જિકલ વસ્તુઓ, તંબુ, સ્લીપિંગ બેગ, તાડપત્રી, સેનિટરી યુટિલિટીઝ, વોટર પ્યુરીફાયર અને અન્ય જરૂરી વસ્તુઓનો સમાવેશ થાય છે. ઈઝરાયલ-હમાસ યુદ્ધમાં અત્યાર સુધી બંને તરફથી પાંચ હજારથી વધુ લોકો માર્યા ગયા છે જ્યારે 20 હજારથી વધુ ઘાયલ થયા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application