ભારત ચીનને જડબાતોડ જવાબ અપાશે, પશ્ચિમ બંગાળ ના હાસીમારા એર બેઝ પર નવી ગોઠણ

  • July 29, 2021 04:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચીનની ભારતવિરોધી હરકતોને જડબાતોડ જવાબ આપવા માટે ભારતે વધુ આક્રમક વલણ અપનાવ્યું છે અને પૂર્વ મોરચા પર રાફેલ ફાઈટર વિમાનો ગોઠવીને દુશ્મન દેશોને મોટી ચેતવણી આપી દીધી છે. સરકાર દ્વારા આ મુજબની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

 

પશ્ચિમ બંગાળના હાસીમોરા એર બેઝ પર રાફેલ ફાઈટર વિમાનો ની ગોઠવણ કરી દેવામાં આવી છે અને વાયુ સેના પ્રમુખ એર ચીફ માર્શલ ભદોરીયા ની ઉપસ્થિતિમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. વાયુ સેનાના જવાનોની શક્તિમા ભારે વધારો કરવામાં આવ્યો છે.

 

પાછલા વર્ષે સપ્ટેમ્બર માસમાં રાફેલ ફાઈટર વિમાનો ને ઞલોબલ એરો કાફલામાં સામેલ કરવામાં આવ્યા હતા. ભારત અને ચીન વચ્ચે પાછલા વર્ષે મે માસથી પૂર્વ લદાખમાં સીમા પર ગતિ રોધ પેદા થયો હતો અને ચીનના સૈનિકોએ ભારતીય ભૂમિ માં ઘૂસણખોરી કરી લીધી હતી.

રાફેલ ફાઈટર વિમાનો પૂર્વ મોરચા પર ગોઠવતી વખતે જવાનોને સંબોધન દરમિયાન ભદોરીયા એ કહ્યું હતું કે ખૂબ જ આયોજનપૂર્વક અહીં રાફેલ વિમાનો ગોઠવવામાં આવ્યા છે અને વાયુસેનાની શક્તિને વધુ ધારદાર બનાવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.

 

પૂર્વ મોરચા પર રાફેલ ફાઈટર વિમાન ગોઠવતી વખતે ફલાયપાસટ પણ કરવામાં આવી હતી અને વાયુ સેનાના જવાનોને જુસ્સો વધારવા માટે વાયુ સેનાના પ્રમુખ એ મહત્વનું પ્રવચન આપ્યું હતું.

ચીન સહિતના ભારતવિરોધી દેશોને એક મજબૂત અને ચેતવણીરૂપ સંદેશો આપી દેવામાં આવ્યો છે અને પૂર્વ મોરચા પર ભારતે આક્રમક વલણ અપનાવી લીધું છે ત્યારે દુશ્મન દેશો ને હવે ભારત વિરોધી પ્રવૃત્તિ કરવા માટે વિચાર કરવો પડશે અને ભારત ની સામે તેમણે નરમ વલણ અપનાવવું પડશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021