ભારત અને પાકિસ્તાન ગોલ્ડ મેડલ માટે આમને સામને, આ તારીખે રમાશે મુકાબલો 

  • August 06, 2021 03:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારત અને પાકિસ્તાનની ટીમ વચ્ચે જયારે મેચ હોય ત્યારે બધાની નજર તેના પર હોય છે. 7 ઓગસ્ટએ ભારત અને પાકિસ્તાન આમને સામને ટકરાશે. પરંતુ આ વખતે ક્રિકેટ કે હોકીનો મેચ નથી. ટોક્યો ઓલિમ્પિકમાં ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓ જેવલિન થ્રોની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે અને આ ફાઇનલ 7 ઓગસ્ટ શનિવારે રમાશે. ત્યારે બધાની નજર નીરજ ચોપરા અને અરશદ નદીમ પર રહશે. 

 

બંને ખેલાડીઓએ અત્યાર સુધી અદભૂત પ્રદર્શન કર્યું છે. જેવલિન થ્રોની ફાઇનલમાં બંને વચ્ચે જોરદાર ટક્કર થવાની છે. ક્વોલિફિકેશન રાઉન્ડમાં, બંનેએ પોતપોતાના ગ્રુપમાં ટોપ કર્યું અને ફાઇનલમાં જગ્યા બનાવી છે. ભારતનો સ્ટાર ખેલાડી નીરજ ચોપરા 86.65 મીટરના થ્રો સાથે ટોચ પર રહ્યો, જ્યારે અરશદ 85.16 મીટર સાથે ત્રીજા સ્થાને રહ્યો. નીરજ ગ્રુપ A માં હતો અને અરશદ ગ્રુપ B માં હતો.

 

નીરજ ચોપરાની જેવેલિન થ્રોની ફાઇનલ મેચ 7 ઓગસ્ટ શનિવારે ભારતીય સમય અનુસાર સાંજે 4.30 કલાકે રમાશે. આ મેચનું લાઈવ પ્રસારણ સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર જોવા મળશે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021