રમતગમતના સૌથી મોટા મહાકુંભ પેરિસ ઓલિમ્પિકમાં છઠ્ઠા દિવસે એટલે કે ગુવારે (૧ ઓગસ્ટ) ભારતીય ખેલાડીઓ ધૂમ મચાવી રહ્યા છે. સ્ટાર શૂટર સ્વપિનલ કુસલેએ ૫૦ મીટર રાઇફલ થ્રી પોઝિશનમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ રીતે ઓલિમ્પિકમાં અત્યાર સુધીમાં ભારતના ખાતામાં ત્રણ મેડલ આવી ચૂકયા છે. ભારતના બહાદુરો શૂટિંગ, બેડમિન્ટન, બોકિંસગ, તીરંદાજી, ગોલ્ફ, હોકી, સેલિંગ જેવી ઈવેન્ટસમાં ભાગ લઈ રહ્યા છે.
ભલે પાંચમા દિવસે ભારતીય ખેલાડીઓ કોઈ મેડલ જીતી શકયા ન હતા, પરંતુ તે દિવસ ભારત માટે ઘણો સારો રહ્યો. બેડમિન્ટનમાં, પીવી સિંધુ અને લય સેને જીત નોંધાવી હતી અને પ્રી–કવાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યેા હતો. યારે ભારતીય મહિલા સ્ટાર બોકસર લોવલિના બોર્ગેાહેને કવાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. શૂટિંગ અને તીરંદાજીના પણ સારા સમાચાર હતા.
ત્યારે હવે ભારતના સ્વપિનલ કુસલેએ ઈતિહાસ રચ્યો છે. સ્વપનીલે પુષોની ૫૦ મીટર રાઈફલ થ્રી પોઝિશન શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. પ્રથમ વખત કોઈ ભારતીય શૂટરે ઓલિમ્પિકની ૫૦ મીટર રાઈફલ થ્રી પોઝિશન ઈવેન્ટમાં મેડલ જીત્યો છે. વર્તમાન ઓલિમ્પિક ગેમ્સમાં ભારતનો આ ત્રીજો મેડલ હતો. આ પહેલા ભારતના બે મેડલ પણ શૂટિંગમાં આવ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMGST ફાઇલિંગને લઈને આવ્યું મોટું અપડેટ: નહીં કરો આ કામ તો થશે નુકસાન
June 07, 2025 07:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech